ગુજરાતમાં શું થઇ રહ્યું છે? અલ્પેશ, હાર્દિકને ભાજપની રેલીઓ!

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે તે વાતમાં શંકાને કોઇ સ્થાન નથી. જ્યાં જુઓ ત્યાં કોઇને કોઇની રેલીઓ નીકળવામાં આવી રહી છે. કોઇ રેલીને મંજૂરી ના મળ્યાનો વિવાદ છે તો કોઇનો દાવો છે કે તેમની રેલીને અદ્ઘભૂત પ્રતિસાદ મળી રહ્યો છે. આમ જોવા જઇએ તો ગુજરાતમાં રેલીઓના નામે ચૂંટણી પ્રચાર અને શક્તિ પ્રદર્શનની જોરશોરથી શરૂઆત થઇ ચૂકી છે. આજે જ ગુજરાતમાં ત્રણ અલગ અલગ જગ્યાએ ત્રણ અલગ અલગ નેતાઓની ભવ્ય રેલી નીકાળવામાં આવી જે અંગે વધુ વાંચો અહીં.

અલ્પેશ ઠાકોર

અલ્પેશ ઠાકોર

સૌથી પહેલા વાત કરી લઇએ અલ્પેશ ઠાકોરની જનાદેશ મહારેલીની. અલ્પેશ ઠાકોર અને ક્ષત્રિય ઠાકોર સેનાએ એકતા મંચના ઉપક્રમે જનાદેશ મહારેલી નીકાળી હતી. અમદાવાદમાં હંસાપુરાથી સવારે નવ વાગે નીકળેલી આ રેલી મુમતપુરામાં પૂર્ણ થશે. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને તેમણે અલ્પેશ ઠાકોરને આવકાર્યો હતો.

શું કહ્યું અલ્પેશ ઠાકોરે?

શું કહ્યું અલ્પેશ ઠાકોરે?

આજે આ રેલી પહેલા અલ્પેશ ઠાકોરે તેના જ્ઞાતિજનોને સંબોધ્યા હતા. તેણે તમામ રાજકીય પાર્ટી પર આકારો આક્ષેપ કરતા કહ્યું હતું કે તમામ પાર્ટીઓએ આજ દિવસ સુધી આપણો ઉપયોગ જ કર્યો છે. માટે હવે આપણી સરકાર હોવી જોઇએ અને આ માટે તેને જનતા પાસેથી બે મહિનાનો સમય માંગ્યો હતો અને જણાવ્યું હતું કે તે આ બે મહિનામાં તેમની આવનારી પેઢીઓને સુધારી દેશે. જો કે મીડિયાને અલ્પેશ ઠાકોર, કંઇ પાર્ટી સાથે જોડાશે તે જાણવામાં રસ વધુ હતો. જો કે આ અંગે કોઇ સ્પષ્ટ જવાબ આપવાનું હાલ તેમણે ટાળ્યું હતું.

હાર્દિક પટેલ

હાર્દિક પટેલ

પાટીદાર નેતાએ હાર્દિક પટેલ દ્વારા પણ અમદાવાદથી સોમનાથ સુધી સંકલ્પ યાત્રા નીકાળી હતી. જેનું આજે સોમનાથ ખાતે સમાપન થયું હતું. આ સંકલ્પ યાત્રામાં હાર્દિક પટેલે ગુજરાતના 22 બ્લોક અને 6 જિલ્લાને સાંકળવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં તેમણે ઠેર ઠેર ચર્ચા અને સભાઓને પણ સંબોધી હતી. અહીં પણ પાટીદારોએ મોટી સંખ્યામાં હાજર રહીને પોતાનું શક્તિપ્રદર્શન કર્યું હતું.

ભાજપ

ભાજપ

ભાજપ દ્વારા પણ વિજય ટંકાર યુવા સંમેલન નામે હાલ ગામે ગામ રેલીઓ નીકાળવામાં આવી રહી છે. ભાજપના યુવા નેતા ડૉ. ઋત્વિજ પટેલ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં બાઇક રેલી યોજી રહ્યા છે. આ ઉપરાંત પહેલા પણ માં નર્મદા મહોત્સ 2017 નામે ભાજપે આડકતરી રીતે ચૂંટણી પ્રચાર કર્યો હતો.

પીએમ મોદી

પીએમ મોદી

અને રવિવારે તો સાક્ષત પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત આવી ડભોઇ ખાતે ચૂંટણી પ્રચારનો ડંકોરો વગાડવાના છે. વધુમાં કોંગ્રેસની પણ રેલીઓ થોડા સમયમાં શરૂ થવા જઇ રહી છે. ત્યારે ટૂંકમાં કહીએ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં પ્રચાર અને શક્તિપ્રદર્શન પૂરજોશમાં ચાલી રહ્યા છે.

English summary
Gujarat Assembly Election 2017: Hardik Patel, Alpesh Thakor And BJP Rally today, Showing election is just on the way.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.