રાહુલને ના મળ્યો હાર્દિક પણ NCPના પ્રફુલ્લ પટેલને મળ્યો

Posted By:
Subscribe to Oneindia News

પાટીદાર નેતા હાર્દિક પટેલ આ વખતે કોંગેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને તેમની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન નથી મળવાનો. આ મામલે બન્ને પક્ષોથી નનૈયા હાલ પૂરતો આવી ચૂક્યો છે. પણ આ તમામની વચ્ચે હાર્દિક પટેલે તેના ટ્વિટર પર એક તસવીર મૂકી છે અને જણાવ્યું છે કે તે એનસીપી નેતા પ્રફૂલ્લ પટેલને મળ્યા હતા. દિવાળીની શુભકામના આપવા માટે બન્નેએ મુલાકાત કરી હતી તેવી સ્પષ્ટતા પણ હાર્દિકે તેના ટ્વિટમાં આપી હતી. આ જેવો જઇએ તો હાર્દિક રાહુલ ગાંધીને ના મળીને પ્રફૂલ્લ પટેલને મળવા સમય નીકાળ્યો છે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાલ હુકમનો એક્કો બની ચૂક્યો છે. અને તેને દરેક પાર્ટીનો નેતા મળવા માંગે છે. અને પોતાની તરફ ખેંચવા પણ માંગે છે. ત્યારે દિવાળીની શુભકામનાઓના જ નામે કોંગ્રેસની વર્ષો સુધી રહેલી ડાબી પાંખ સમાન એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલ અને હાર્દિક પટેલ હાલ એકબીજાને મળ્યા હતા. ત્યારે આ મુલાકાત પછી વળી પાછું હાર્દિક અને પાટીદારોને લઇને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

English summary
Gujarat Election 2017: Hardik Patel meet NCP leader Praful Patel. Read here more on this.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.