For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: BJPના ચૂંટણી પ્રચારમાં પાસ કાર્યકર્તાઓએ પાડી ખલેલ

ગુજરાત ભાજપ દ્વારા ડોર ટુ ડોર મુલાકાતનું અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતું. જેમા સુરતના વરાછી વિસ્તારમાં પાટીદોર દ્વારા ભાજપના કાર્યકર્તાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે વધુ વાંચો અહીં.

By Oneindia
|
Google Oneindia Gujarati News

Recommended Video

Patidar Protested in Surat during BJP Door to Door campaign for voting; Watch Video

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરૂ થતા પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં ભાજપને પ્રચારમાં પણ શરૂઆતથી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બુધવારે સવારે ભાજપના કાર્યકરો સુરતના વરાછા વિસ્તારમાં પ્રચાર માટે ગયા હતા. ત્યારે પાસ(પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના ધાર્મિક માલવિયા, વિજય માંગુકિયા, ચિરાગ સાવલિયા સહિતના કાર્યકરોએ ભાજપ વિરોધી નારા લગાવી તેમને પ્રચાર કરતા રોક્યા હતા. તેમજ જય સરદાર, જય પાટીદારના નારા લગાવ્યા હતા.

Padidar

જો કે, આ બનાવ બાદ પોલીસે ધાર્મિક માલવીયા, વિજય માંગુકિયા સહિત બાર જેટલા પાસના કાર્યકરોની ધરપકડ કરી હતી અને તેમને અમરોલી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા હતા. ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, આ પ્રકારે જ ભાજપનો વિરોધ સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે અને તેની શરૂઆત સુરતથી થઇ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાટીદારોના વિરોધથી ભાજપને મુશ્કેલી પડી શકે તેમ છે. બીજી તરફ રાહુલ ગાંધીની સુરત મુલાકાત દરમિયાન ભાજપ અને કોગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. જો કે, પોલીસે ભારે જહેમત બાદ મામલો થાળે પાડ્યો હતો.

English summary
Gujarat Election 2017: Patidar Protested in Surat during BJP Door to Door campaign for voting; Watch Video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X