PM બાદ રાહુલ ગુજરાતમાં, 3 દિવસ ગજવશે સભા
મંગળવારથી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. તેઓ 5, 6 અને 7 ડિસેમ્બર દરમિયાન ગુજરાતની મુલાકાતે છે. આ અંગે વધુ વાંચો અહીં.
3 અને 4 ડિસેમ્બર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સભાઓ ગજવી હતી, ત્યાર બાદ હવે મંગળવારથી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. તેઓ 5, 6 અને 7 ડિસેમ્બર દરમિયાન ગુજરાતની મુલાકાતે છે. 5 ડિસેમ્બર અને મંગળવારના રોજ તેઓ ઉત્તર ગુજરાતના અંજાર, મોરબી, ધાંગધ્રા અને વઢવાણમાં રેલીઓ ગજવશે. કોંગ્રેસના આ છેલ્લા તબક્કના ચૂંટણી પ્રચાર માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા તાડમાર તૈયારીઓ કરવામાં આવી છે. સોમવારે જ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષના પદ માટે આવેદન પણ ભર્યું હતું.

કોંગ્રેસ પાર્ટીને ગુજરાત ચૂંટણી પાસેથી ઘણી આશા છે. કોંગ્રેસ તથા રાહુલ ગાંધીએ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં પરી પ્રાણ ફૂંકવા માટે તમામ પ્રયત્નો કર્યા છે. એમાં કેન્દ્રની મોદી સરકારની જીએસટી અને નોટબંધી જેવા નિર્ણયોનો વિરોધ કરવાને કારણે કોંગ્રેસને ગુજરાતમાં કેટલાક વેપારી વર્ગનું સમર્થન પણ મળ્યું છે. પ્રથમ તબક્કાની ચૂંટણી 9 ડિસેમ્બરના રોજ યોજાનાર છે ત્યારે એ પહેલા રાહુલ ગાંધીની આ ત્રણ દિવસની મુલાકાતથી કોંગ્રેસની સ્થિતિ વધુ મજબૂત થાય એવી શક્યતા છે.
મંગળવારનો રાહુલ ગાંધીનો કાર્યક્રમ નીચે મુજબ છે:
1 PM અંજાર, કચ્છમાં સભા સંબોધશે
3 PM મોરબી ખાતે જનસભા
4.45 PM ધાંગધ્રા, સુરેન્દ્રનગરમાં સંબોધશે સભા
7 PM વઢવાણમાં સંબોધશે સભા












Click it and Unblock the Notifications
