For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી પહેલા ઝડપાયો દારૂનો જથ્થો, કોંગ્રેસનો BJP પર આરોપ

બીજા તબક્કાના મતદાન પહેલાં પકડાયો દારૂ ભાજપ અને કોંગ્રેસે એકબીજા પર લગાવ્યા આરોપ આ અંગે વધુ વાંચો અહીં...

By Oneindia
|
Google Oneindia Gujarati News

ચૂંટણી પૂર્વે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, ત્યારે ગુજરાતની મહત્વની ગણાતી વાવ બેઠક પર કોંગ્રેસ દ્વારા એપીએમસીમાં આવેલી ધરણીધર એગ્રો પ્રોક્ટક યાર્ડમાં દરોડો પાડીને અંદાજે 60 બોક્સ જેટલો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને પોલીસને જાણ કરી હતી. કોગ્રેસે આ અંગે આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સરકારના મંત્રી શંકર ચૌધરી વાવ વિધાનસભાના ભાજપના ઉમેદવાર છે અને તેમણે ચૂંટણીના આગલા દિવસે સ્થાનિક વિસ્તારમાં વહેંચણી કરવા માટે આ દારૂનો જથ્થો યાર્ડમાં મુકાવ્યો હતો.

gujarat election 2017

આ ઉપરાંત, કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરવામાં આવી છે કે, શંકર ચૌધરી દ્વારા તેમની માલિકીના અન્ય એક ગો઼ડાઉનમાં પણ દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે. જેથી પોલીસ ફરિયાદ સાથે આચારસંહિતા ભંગની ફરિયાદ પણ કરવામાં આવી છે. ત્યારે વાવ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ગનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, આ દારૂ ચૂંટણી પૂ્ર્વેની રાત્રીએ મતદારોને લલચાવવા માટે લાવવામાં આવ્યો હતો. જે ભાજપ દ્વારા લાવવામાં આવ્યો હતો. આ અંગે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે, આ ભાજપને બદનામ કરવાની યુક્તિ છે, કારણ કે કોંગ્રેસ હારી રહી છે.

gujarat election 2017
English summary
Gujarat Election 2017: Police caught liquor from Vaav constituency. BJP and Congress blame each other.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X