Gujarat Election: ચૂંટણી પંચની તૈયારીઓ પૂરી, ટૂંક સમયમાં થશે તારીખોનુ એલાન

હવે સમાચાર આવી રહ્યા છે કે ચૂંટણીને લઈને ગુજરાતમાં બધી તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે માટે ગમે તે સમયે તારીખોનુ એલાન થઈ શકે છે.

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે એવી અટકળો હતી પરંતુ એમ ન થયુ. માત્ર હિમાચલ પ્રદેશની ચૂંટણી તારીખો જાહેર કરવામાં આવી હતી. જેના માટે ચૂંટણી પંચે જણાવ્યુ હતુ કે બંને રાજ્યોમાં વિધાનસભાના કાર્યકાળમાં 40 દિવસનુ અંતર છે. માટે ગુજરાતની ચૂંટણી હિમાચલ વિધાનસભા ચૂંટણી પછી થશે. જો કે, હવે સમાચાર આવી રહ્યા છે કે ચૂંટણીને લઈને ગુજરાતમાં બધી તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે માટે ગમે તે સમયે તારીખોનુ એલાન થઈ શકે છે.

election

સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પંચની ટીમે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આવી સ્થિતિમાં ટૂંક સમયમાં ત્યાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. ગઈ વખતની જેમ આ વખતે પણ બે તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. વળી, સરહદી રાજ્ય હોવાને કારણે ચૂંટણી પંચ ત્યાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી રહ્યુ છે. આ સાથે જ જળ સરહદની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. આ વખતે ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. જેના કારણે સ્પર્ધા ત્રિકોણીય જોવા મળી રહી છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપે 99 બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી હતી. જ્યારે કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી. રાજ્ય વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી, 2023 ના રોજ સમાપ્ત થાય છે. તે પહેલા ત્યાં ચૂંટણીઓ યોજીને પરિણામો જાહેર કરવામાં આવશે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ જ સક્રિય છે. જેના કારણે તેમના વરિષ્ઠ નેતાઓ સતત રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે. અત્યારે ચૂંટણી પંચે સત્તાવાર રીતે તારીખોની જાહેરાત કરી નથી પરંતુ આમ આદમી પાર્ટીએ 13 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસે હજુ સુધી કોઈ યાદી જાહેર કરી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ તારીખોની જાહેરાત બાદ જ બંને પક્ષો યાદી જાહેર કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X