For Daily Alerts
મહેસાણા: મતદાન મથક પાસે 2 જૂથ વચ્ચે અથડામણ,10 ઘાયલ
ગુરૂવારે વિસનગરના હસનપુર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. એક તરફ ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન ચાલે છે, ત્યાં બે જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. આ અથડામણમાં 10 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે વિસનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચૂંટણી દરમિયાન બૂથ પર કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ઘટના બની હતી.
પ્રતિકાત્મક તસવીર
પ્રાથમિક માહિતી અનુસાર, મત આપવા બાબતે કેટલાક લોકો વચ્ચે બોલાચાલી થઇ હતી અને વાત વધતાં મામલો બગડ્યો હતો. જો કે, પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો અને શાંતિપૂર્ણ મતદાન આગળ વધાર્યું હતું. મતદાનમાં કઇ વાતને લઇને બે જૂથ વચ્ચે અથડામણ થઇ એ હજુ સુધી જાણી શકાયું નથી. પાટીદાર આંદોલનને કારણે મહેસાણા સંવેદનશીલ વિસ્તાર રહ્યો છે.