Gujarat Election: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજ દાખલ કરશે નામાંકન, અમિત શાહ રહેશે હાજર

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પોતાનુ નામાંકન દાખલ કરશે.

Gujarat Election: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પોતાનુ નામાંકન દાખલ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ દરમિયાન તેમની સાથે હાજર રહેશે. આ અગાઉ કેન્દ્રીય મંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપ ફરી એકવાર રાજ્યમાં અગાઉના તમામ રેકોર્ડ તોડીને અને મહત્તમ બેઠકો અને મતો મેળવીને સરકાર બનાવશે. સાણંદ વિધાનસભા બેઠકના ભાજપના કોળી સમુદાયના વર્તમાન ધારાસભ્ય અને આગામી ચૂંટણીમાં ઉમેદવાર કનુભાઈ પટેલ જ્યારે નામાંકન ભરવા ગયા ત્યારે અમિત શાહ તેમની સાથે હતા.

cm bhupendra patel

કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યુ હતુ કે, 'ગુજરાત ભાજપ આ વિધાનસભા ચૂંટણીમાં અગાઉના તમામ રેકૉર્ડ તોડી નાખશે. અમને બધાને વિશ્વાસ છે કે ભાજપ ફરી એકવાર અહીં સૌથી વધુ બેઠકો જીતીને અને અત્યાર સુધીના સૌથી વધુ મતો મેળવીને જંગી બહુમતી સાથે સરકાર બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં અનેક વિકાસના કામો કર્યા છે. અમિત શાહે વધુમાં કહ્યુ કે, 'કાયદો અને વ્યવસ્થા મજબૂત બની છે અને તેમણે (મુખ્યમંત્રી પટેલ) અર્થતંત્રને પણ વેગ આપ્યો છે અને આરોગ્ય, શિક્ષણ અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં સુધારા કર્યા છે. ભૂપેન્દ્ર પટેલે દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગો (ઓબીસી) ના સર્વાંગી વિકાસ માટે મોદી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી રહેવા દરમિયાન વિકસાવવામાં આવેલ મૉડેલને આગળ ધપાવ્યુ.'

તમને જણાવી દઈએ કે ગુજરાતની 182 સભ્યોની વિધાનસભા માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર અને બીજા તબક્કામાં સાણંદ સહિત 93 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર છે. સોમવારે ભાજપે તેના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી હતી જેમાં બે મહિલા સહિત 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આ અગાઉ, ભાજપ ગુજરાત ચૂંટણી માટે 167 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી ચૂકી છે. ભાજપે રાધનપુરથી લવિંગજી ઠાકોર, હિંમતનગરથી વીજે ઝાલા, ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. વળી, ભાજપે પાટણથી રાજુલબેન દેસાઈ અને ગાંધીનગર ઉત્તરથી રીટાબેન પટેલને ટિકિટ આપી છે. વળી, બાબુસિંહ જાધવને વટવાથી મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે શનિવારે જાહેર કરેલી તેની બીજી યાદીમાં બે મહિલા સહિત છ ઉમેદવારોને ટિકિટ આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X