For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election Result: ગુજરાતમાં કોંગ્રેસ 77થી 17 પર આવી ગઇ, જાણો ક્યાંથી કોણ જીત્યુ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ભાજપે છપ્પરફાડ વિજય મેળવીને કોંગ્રેસના ડાંડિયા ડૂલ કરી નાખ્યાં છે. કોંગ્રેસને ફક્ત 17 બેઠક પર સંતોષ માનવો પડ્યો છે. નિયમ અનુસાર 10 ટકા બેઠક એટલે કે 19 બેઠક ધરાવતી પ

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ભાજપે છપ્પરફાડ વિજય મેળવીને કોંગ્રેસના ડાંડિયા ડૂલ કરી નાખ્યાં છે. કોંગ્રેસને ફક્ત 17 બેઠક પર સંતોષ માનવો પડ્યો છે. નિયમ અનુસાર 10 ટકા બેઠક એટલે કે 19 બેઠક ધરાવતી પાર્ટીને જ વિપક્ષનો હોદ્દો મળી શકે છે કારણ કે કોંગ્રેસને 17 બેઠક મળી હોવાથી હવે તેને વિધાનસભામાં વિપક્ષનો હોદ્દો પણ નહીં મળે.

Gujarat Election

કોંગ્રેસને 2017ની સરખામણીએ 60 સીટો ઓછી મળી છે. ઉલ્લેખનિય છેકે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને 32માંથી 4 બેઠકો મળી છે. જેમાં વડગામમાં જીગ્નેશ મેવાણીને 94765 મત સાથે જીત મેળવી હતી. આ ઉપરાંત વાવમાં ગેનીબેન ઠાકોરે 102513 મત મેળવી બીજેપી ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને હરાવ્યા હતા. આ ઉપરાંત કાંકરેજ બેઠક પરથી અમૃતજી ઠાકોરે 96624 મત સાથે જીત મેળવી હતી. દાંતા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડીએ 85134 બેઠકો સાથે જીત મેળવી હતી.

ગુજરાતમાં કોંગ્રેસ 77માંથી 17 પર આવીને અટકી ગઇ છે. કાંકરેજ બેઠક પરથી અમૃતજી ઠાકોર 96624 વોટ સાથે જીત મેળવી હતી. પાટણ બેઠક પર કોંગ્રેસના કિરીટ પટેલે 103505 મત સાથે જીત મેળવી હતી. આ ઉપરાંત વિજાપુર બેઠક પરથી સીજે ચાવડા 78749 મત સાથે જીત હાંસલ કરી છે. આ ઉપરાંત સાબરકાંઠામાં ખેડબ્રહ્માની બેઠ પરથી તુષાર ચૌધરીની જીત થઇ છે.

સૌરાષ્ટ્રની વાત કરીયે તો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને માત્ર 2 સીટ મળી છે. પોરબંદરની બેઠક પરથી અર્જુન મોઢવાડીયા 82056 મત મેળવી જીત હાંસલ કરી હતી, તથા માણાવદર બેઠક પરથી કોંગ્રેસ નેતા અરવિેંદ લાડાણીએ 64690 મત સાથે જીત હાંસલ કરી હતી. ગીર સોમનાથની સોમનાથ બેઠક જીતવામાં કોંગ્રેસ સફળ રહી હતી. સોમનાથ બેઠક પરથી વિમલ ચુડાસમા 73819 મત સાથે જીત્યા હતા.

મહેસાણાની વિજાપુર બેઠક પરથી કોંગ્રેસના નેતા સીજે ચાવડા 78749 મતો સાથે જીત હાંસલ કરી હતી. આ ઉપરાંત અમદાવાદની જમાલપુર-ખાડીયા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન ખેડાવાલા 58487 મત મેળવી જીત મેળવી હતી. આ ઉપરાંત અમદાવાદના દાણીલીમડા બેઠક પરથી કોંગ્રેસના શૈલેશ પરમારે 69130 મત સાથે જીત મેળવી હતી.

આણંદ જિલ્લાની વાત કરીયે તો આણંદની અંકલાવ બેઠક પરથી કોંગ્રેના અમિત ચાવડાએ 81512 મત મેળવી જીત હાંસલ કરી હતી. મહિસાગરના લુણાવાડામાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ 72087 મત સાથે જીત્યા હતા. આ ઉપરાંત ચાણસ્મા બેઠક પરથી કોંગ્રેસના દીનેશ ઠાકોરે 86406 મત મેળવી જીત હાંસલ કરી હતી.

કોંગ્રેસના મોવડી મંડળથી નારાજ કાર્યકરે અમદાવાદના કોંગ્રેસના કાર્યાલયમાં નારાજગી વ્યકત કરી હતી. અંદર અંદર ટિકિટ આપવાનું નક્કી કરીને કોંગ્રેસને ખાડામાં લઈ જવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ કાર્યકરોની કેવી હાલત છે, એક વાર જોવા આવો. અમે વફાદારી કરી છે. લોકોમાં કોંગ્રેસના નેતાઓ એકવાર જાઓ તો ખબર પડે કે લોકો કેવા પ્રશ્ન કરે છે. કાર્યકર કોંગ્રેસ ઓફિસની સામે જ કૉંગ્રેસને આડે હાથે લીધી હતી તેમજ કાર્યાલયમાં ઘડિયાળ તોડી નાખી હતી.

English summary
Gujarat Election Result: Congress has come down from 77 to 17 in Gujarat, know who won from where
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X