Gujarat Election: છેલ્લા બે કલાક બાકી, શહેરોમાં નીરસ મતદાનથી નેતાઓ કાર્યકરો દોડતા થયા
ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર ચાલી રહેલા મતદાનને હવે માત્ર 2 કલાક બાકી રહ્યા છે.
Gujarat Election: ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર ચાલી રહેલા મતદાનને હવે માત્ર 2 કલાક બાકી રહ્યા છે. પ્રથમ કલાકમાં 19 ટકા જેટલુ મતદાન થયુ છે. સૌથી વધુ સાબરકાંઠા જિલ્લામાં 39 ટકા અને સૌથી ઓછુ મહિસાગર જિલ્લામાં 29 ટકા મતદાન થયુ છે. 1 વાગ્યા સુધી સરેરાશ 34.74 ટકા મતદાન થયુ છે. શહેરો કરતા ગ્રામ્ય કક્ષાએ વધુ મતદાન થઈ રહ્યુ છે. શહેરોમાં મતદાન ઓછુ થતા કાર્યકરો અને નેતાઓ દોડતા થઈ ગયા છે અને મતદારોને મતદાન કેન્દ્રો સુધી પહોંચાડવા મથી રહ્યા છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં મતદાન ધીમી ગતિએ ચાલી રહ્યુ છે. અમદાવાદ જિલ્લા અને શહેરમાં સૌથી વધુ મતદાન સાણંદમાં થયુ છે. એક વાગ્યા સુધીમાં સાણંદમાં 38.63 ટકા મતદાન નોંધાયુ છે. સૌથી ઓછુ મતદાન ઠક્કરબાપાનગરમાં 25.12 ટકા મતદાન નોંધાયુ છે. એલિસબ્રિજમાં 25.26 ટકા મતદાન નોંધાયુ છે.
અમદાવાદમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 30.28 ટકા મતદાન થયુ છે. જેમાં અમરાઈવાડીમાં 27.84 ટકા, અસારવામાં 29.61 ટકા, બાપુનગરમાં 30.31 ટકા, દાણીલીમડામાં 28.70 ટકા, દરિયાપુરમાં 30.44 ટકા, દસક્રોઈમાં 36.24 ટકા, ધંધૂકામાં 32.05 ટકા, ધોળકામાં 35.34 ટકા, એલિસબ્રિજમાં 25.26 ટકા, ઘાટલોડિયામાં 30.10 ટકા, જમાલપુર ખાડિામાં 27.86 ટકા, મણિનગરમાં 30.89 ટકા, નારણપુરામાં 30.59 ટકા, નરોડમાં 27.46 ટકા, નિકોલમાં 31.59 ટકા, સાબરમતીમાં 29.25 ટકા, સાણેદમાં 38.63 ટકા, વટવામાં 29.19 ટકા, વેજલપુરમાં 31.77 ટકા અને વિરમગામમાં 35.75 ટકા મતદાન નોંધવામાં આવ્યુ છે.
-
Ahmedabad News: CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઘાટલોડિયા ખાતે સરકારી ભવનનું ખાતમુહૂર્ત સંપન્ન -
સૂર્યકુમાર યાદવે બુમરાહને રાષ્ટ્રિય ધરોહર ગણાવ્યો -
ટાટાના સાણંદ પ્લાન્ટમાં 50 ટકા ઉત્પાદન ઘટશે, જાણો કેમ? -
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ








Click it and Unblock the Notifications
