For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: મતદાન મથકોએ કડકડતી ઠંડીમાં લાંબી લાઈનો, લોકોમાં વોટિંગ માટે ઉત્સાહ

ગુજરાતમાં ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન મથકો પર લાઈનો લાગી છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Election: ગુજરાતમાં ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન મથકો પર લાઈનો લાગી છે. સવારે કડકડતી ઠંડીમાં પણ લોકોમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. બીજા તબક્કમાં રેકૉર્ડ મતદાન થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. મતદાન મથકો પર સવારથી મતદારોની લાઈનો લાગી છે. પ્રધાનમંત્રી મોદી સવારે 9 વાગે મતદાન કરશે. તેમણે યુવાનો અને મહિલાઓને મતદાન કરવા અનુરોધ કર્યો હતો.

voting

તમને જણાવી દઈએ કે આજે યોજાઈ રહેલી બીજી તબક્કાની ચૂંટણીમાં 93 બેઠકોમાંથી 74 સામાન્ય, 6 એસસી અને 13 એસ.ટી. બેઠક છે. કુલ 2.51 કરોડ મતદારોમાંથી 1.22 કરોડ મહિલા છે. 18થી 19 વર્ષના 5.96 લાખ મતદારો છે. 9 વર્ષથી વધુ વયના 5400 મતદાર છે. આજે યોજાઈ રહેલા બીજા તબક્કાના મતદાનમાં મહત્વની બેઠકોમાં ઘાટલોડિયા, નરોડા, વટવા, વિસનગર, થરાદ, મહેસાણા, વિરમગા, વડગામ ગાંધીનગર(દક્ષિણ), ખેડબ્રહ્મા, માંજલપુર, વાઘોડિયા, ખેરાલુ, દસક્રોઈ, છોટા ઉદેપુર, સંખેડાનો સમાવેશ થાય છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય 8 મંત્રીઓ મેદાનમાં છે. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા, મનીષા વકીલ, અર્જુન ચૌહાણ વગેરે છે. આ ઉપરાંત હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી અને ભાજપના પૂર્વ મંત્રી શંકર ચૌધરી પણ મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં બીજા તબક્કાની 93 બેઠકો પર 70.76 ટકા મતદાન થયુ હતુ. 2017માં કુલ 69 ટકા મતદાન થયુ હતુ. 2017માં મધ્ય, ઉત્તર ગુજરાતમાં ભાજપને 46.86 ટકા અને કોંગ્રેસને 42.83 ટકા મત મળ્યા હતા.

English summary
Gujarat Election: Long queues at polling booths, people are enthusiastic for voting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X