Gujarat Election Result 2022: કુંવરજી બાવળીયાની જસદણ બેઠક પરથી જીત
ગુજરાત વિધાનસભા ચૂંટણીની આજે 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સૌરાષ્ટ્રની હોટ સીટ ગણાતી આ બેઠક પર વર્ષ 1995થી કુંવરજી બાવળિયાનો દબદબો રહ્યો છે વચ્ચે વર્ષ 2009 અને 2012 બાદ કરતા. આ બેઠક પર આ વખતે ચૂંટણી જંગમાં ભાજ
ગુજરાત વિધાનસભા ચૂંટણીની આજે 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સૌરાષ્ટ્રની હોટ સીટ ગણાતી આ બેઠક પર વર્ષ 1995થી કુંવરજી બાવળિયાનો દબદબો રહ્યો છે વચ્ચે વર્ષ 2009 અને 2012 બાદ કરતા. આ બેઠક પર આ વખતે ચૂંટણી જંગમાં ભાજપે કુંવરજી બાવળીયાને તો કોંગ્રેસે ભોળા ગોહિલને અને આમ આદમી પાર્ટીએ તેજસ ગાજીપરાને રાજકીય મેદાનમાં ઉતાર્યા હતાં. સૌરાષ્ટ્રની જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાની જીત થઈ છે.

આ બેઠક પર 1995થી 2017ની વાત કરીએ તો 1995થી 2007 પંજાના નિશાન પર કુંવરજી બાવળીયા જીત્યા હતા તો 2009ની પેટા ચૂંટણીમાં ભાજપે બાજી પલટી અને તેમના ઉમેદવાર ભરત બોઘરા જીત્યા હતા ત્યાર બાદ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહિલ વિજય થયા હતા તેમજ 2017માં કોંગ્રેસમાંથી ફરી કુંવરજી બાવળિયા જીત્યા હતાં. તેમજ 2018માં કોંગ્રેસમાંથી રાજીનામુ ધરીને ભાજપનો ખેસ ધારણ કર્યો અને ફરી 2018ની પેટા ચૂંટણીમાં જીત મેળવી હતી. અત્રે ઉલ્લખનીય છે કે, પેટા ચૂંટણીમાં કુંવરજી બાવળીયા 19 હજાર કરતાં વધારે મતની સરસાઈથી જીત થઈ હતી અને તેમને 90,268 મત મળ્યા હતા.
આ બેઠક પર લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, ક્ષત્રીય, માલધારી, દલિત દબદબો છે. તેમજ જસદણમાં લગભગ 2 લાખ 28 હજાર મતદારો છે જેમાં પુરૂષ 1 લાખ 8 હજાર જેટલા અને મહિલા મતદાર 1 લાખ 20 છે. આ બેઠક પર 35 ટકા કોળી, 20 ટકા પટેલ તેમજ 10 ટકા દલિત અને 7 ટકા લઘુમતી, 7 ટકા કડવા પટેલ, 8 ટકા ક્ષત્રીય અને બીજા અન્ય મતદારો છે.












Click it and Unblock the Notifications
