Special story : આ દાદા-દાદીઓ અ'વાદની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ શતાયુ મતદારો ભજવશે ખાસ ભાગ. જાણો અમદાવાદમાં આવા કેટલાક શતાયુ મતદારો.
ચૂંટણીમાં મતદાતા એટલે કે પ્રજા ખરેખર રાજા જેવો દબદબો ભોગવે છે.અને નેતા માટે એક એક નાગરિકનો વોટ અમૂલ્ય બની જાય છે આ ચૂંટણીમાં પ્રથમ વાર મત કરી રહેલા સાથે સાથે સો વર્ષથી ઉપરના મતદાતા પણ મહત્વના બની રહ્યા છે કારણ કે ગુજરાતમાં ફક્ત અમદાવાદમાં વિધાનસભા વિસ્તાર પ્રમાણેના આંકડામાં વિરમગામમાં ૩૫, સાણંદમાં ૨૯, ઘાટલોડિયામાં ૨૩, વેજલપુરમાં ૨૭, વટવામાં ૧૩, એલિસબ્રીજમાં ૫૭, નારણપુરામાં ૪૨, નિકોલમાં ૨૨, નરોડામાં ૩૧, ઠક્કરબાપાનગરમાં ૦૬, બાપુનગરમાં ૩૬, અમરાઈવાડીમાં ૧૯, તથા દરિયાપુરમાં ૨૧ શાતાયુ મતદારો છે. જ્યારે ખાડીયા-જમાલપુરમાં ૨૬, મણીનગરમાં ૨૫, દાણીલીમડામાં ૧૩, સાબરમતીમાં ૨૯, અસારવામાં ૨૩, દસક્રોઈમાં ૨૦, ધોળકામાં ૫૫ તથા ધંધુકા વિધાનસાભા વિસ્તારમાં ૧૧૦ શતાયુ મતદારો છે. આમ સમગ્ર જિલ્લામાં ૧૦૦ અથવા ૧૦૦થી વધુની વયજૂથના ૬૬૨ મતદારો છે. સૌથી વધુ ધંધુકામાં ૧૧૦ તથા સૌથી ઓછા ઠક્કરબાપાનગરમાં ૦૬ શતાયુ મતદારો છે
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ડિસેમ્બર માસમાં યોજાવાની છે. મહત્ત્મ મતદાન થાય તે માટે જાગૃતિ કેળવવા અમદાવાદ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અવંતિકા સિંઘના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા સુગ્રથિત પ્રવૃત્તિ કરાય છે, ત્યારે પ્રથમ વખત મતદાન કરતા અને આયુષ્યના ૧૦૦ વર્ષ વટાવી ચૂકેલા વૃદ્ધ છતાં જુસ્સો ધરવાતા મતદારો અંગે પણ માહિતી પ્રાપ્ત કરવામાં આવી હતી. તેમજ તેઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે વૃદ્ધ મતદાતાઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

અમદાવાદ
આ શતાયુ મતદારો પૈકી અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ ૨૧ વિધાનસભા વિસ્તાર આવેલા છે અને આ તમામ વિસ્તારોમાં ૬૬૨ જેટલા શતાયુ મતદારો એટલે કે ૧૦૦ અથવા ૧૦૦થી વધુ વયના છે.

ઘાટલોડિયા
શતાયુ મતદારમાં ઘાટલોડિયાનો દબદબો છે. અમદાવાદના ઘાટલોડિયામાં જ સદી જીવી ચૂકેલા ૨૩ મતદારો છે. ઘાયલોડિયમાં રહેતા ઉમિયા બહેન આ વખતે પણ મતદાનને ઉત્તમ ફરજ સમજીને મતદાન કરશે. અમદાવાદના મણિનગરમાં રહેતા મણીભાઈ શામળભાઈ પટેલ ૧૦૪ વર્ષના છે.

શતાયુ મતદારો
બાવળાના મંગુબેન પ્રહલાદભાઈ પટેલ આશરે ૧૦૬ વર્ષના છે અને અત્યાર સુધીની લગભગ બધી ચુંટણીમાં તેમણે પણ મતદાન કર્યું છે. સાણંદ વિધાનસભા વિસ્તારમાં ૨૯ શતાયુ મતદારો છે. વિરમગામના મેલડીનગરના નિવાસી લીલાબેન ભરવાડ ૧૦૧ વર્ષના છે. અને માંડલના ઓડી ગામના હીરાબેન ઠાકોર ૧૦૧ વર્ષના છે.

મતદાન
અમદાવાદ જિલ્લામાં ૯૦ થી ૧૦૦ વચ્ચેની વય જૂથના મતદારોની સંખ્યા ૭,૧૮૧ છે. આ તમામની વયને ધ્યાનમાં રાખતા તેઓ સરળતાથી મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે. અને આ તમામ મતદાતા મત આપવા માટે ઉત્સાહી છે.












Click it and Unblock the Notifications
