Demonetisation : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પહોંચ્યા સુરત
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે પહોંચ્યા સુરત. સુરતમાં તે નોટબંધીનો વિરોધ કરવાની સાથે મળશે વેપારીઓને. આ અંગે વધુ જાણો અહીં.
ગુજરાતમાં ચૂંટણી અને નોટબંધી મામલે રણશિંગુ ફૂંકવા માટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે સુરત પહોંચ્યા છે. અહીં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સમતે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ તેમને એરપોર્ટ ખાતે આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે નોટબંધી પર કોગ્રેસ વિરોધ રૂપે કાળો દિવસ ઉજવી રહી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની આ મુલાકાતને મહત્વની માનવામાં આવે છે. રાહુલ ગાંધી આજે સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે વેપારીઓ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ કાળા દિવસની ઉજવણી હેઠળ કેન્ડલ માર્ચમાં પણ ભાગ લેશે.

સુરત ખાતે વેપારીઓની આ બેઠકમાં રાહુલ ગાંધી સુરતના કપડા અને હીરાના વેપારીઓ સાથે મુલાકાત કરશે. અને જીએસટી અને નોટબંધી જેવા વિષયો પર તેમને પડેલી મુશ્કેલીઓ અંગે જાણકારી મેળવશે. નોંધનીય છે કે આજે રાહુલ ગાંધી ગુજરાતની ખાલી એક દિવસની મુલાકાતે છે. જેમાં વેપારીઓ સાથે ચર્ચા કરી રાતે કેન્ડલ માર્ચ કાર્યક્રમમાં હાજરી આપી તે પરત દિલ્હી જશે. વળી તે 11 નવેમ્બરે પણ ગુજરાતની મુલાકાતે આવશે.












Click it and Unblock the Notifications
