પ્રથમ તબક્કાની ચૂંટણીની 89 બેઠકો માટે 977 ઉમેદવાર મેદાનમાં

Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવા સહિતની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. તે અંગે વિગતો આપતા ચૂંટણી કમિશનર બી.બી.સ્વૈને જણાવ્યું હતું કે પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 977 ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવશે. જ્યારે બીજા તબક્કાની 93 બેઠકોની ચૂંટણી માટે 1,664 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

GujaratElection

ગુજરાતમાં આગામી 9 અને 14 ડિસેમ્બરના રોજ બે ફેઝમાં ચૂંટણી યોજાશે ત્યારે ઉમેદવારો દ્વારા પ્રથમ તબક્કાના ઉમેદવારી પત્ર ભરી દેવામાં આવ્યા છે. જેમાં ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષો દ્વારા ઉમેદવારીપત્રો ભરવા અને પરત ખેંચવામાં આવ્યા બાદ પ્રથમ તબક્કાનો અંતિમ આંકડો 977 ઉમેદવારોનો છે. પ્રથમ તબક્કામાં કુલ 977 ઉમેદવારો ચૂંટણી લડશે તે પૈકી ભારતીય જનતા પાર્ટીના 89, કોંગ્રેસના 87, રાષ્ટ્રીયવાદી કોંગ્રેસના 30, બહુજન સમાજ પક્ષના કુલ 64, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા એક તેમજ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના 2 ઉમેદવાર એમ કુલ મળીને 273 ઉમેદવારો નોંધાયા છે. તો અન્ય રાજ્યોમાં નોંધાયેલા રાજકીય પક્ષો જેમાં આમ આદમી પાર્ટી 21, જનતા દળના 14, સમાજવાદી પાર્ટીના 4 અને શિવસેના 25 એમ કુલ 64 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે.

English summary
Gujarat Elections 2017 : In the 1st phase of Gujarat elections on 89 seats 977 candidates filed nominations form.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.