For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બનાસકાંઠા: પ્રથમ તબક્કાની ચૂંટણી માટે EVM, VVPATની ફાળવણી

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2017ને હવે એક મહિનાથી પણ ઓછી વાર છેબનાસકાંઠામાં આ માટે EVM અને VVPATની ફાળવણી કરવામાં આવી હતીઆ અંગે વધુ વાંચો અહીં...

By Oneindia
|
Google Oneindia Gujarati News

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2017 અન્‍વયે બનાસકાંઠા જિલ્‍લામાં ચૂંટણી તટસ્‍થ, નિર્ભય, નિષ્‍પક્ષ અને મુક્ત માહોલમાં યોજાય તે માટે જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આર.જે.માકડીયાની સુચના અને માર્ગદર્શન અનુસાર તંત્ર દ્વારા સુદ્રઢ પ્રયાસો કરવામાં આવે છે. પાલનપુર પોલીટેકનીક ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આર.જે.માકડીયા અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં જિલ્લાની નવ વિધાનસભા બેઠકોના રીટર્નીંગ ઓફીસરોને ઇવીએમ અને વીવીપેટની ફાળવણી કરી હતી. બનાસકાંઠામાં કુલ નવ બેઠકો માટે 2936 બેલેટ યુનિટ, 3191 VVPAT ની ફાળવણી કરવામાં આવી હતી.

gujarat elections 2017

સાથે જ સામાન્ય ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા પાલનપુર જી.ડી.મોદી કોલેજમાં ગુજરાત ઇલેકશન વોચ, દિલ્હી સ્થિત એશોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ અને માહિતી અધિકાર ગુજરાત પહેલના સંયુક્ત ઉપક્રમે મતદાતા જનજાગૃતિ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બોલતા નેશનલ ઇલેક્શન વોચ દિલ્હીના શ્રી લક્ષ્‍મીજીએ જણાવ્યું હતું કે, ઇલેક્શન વોચની શરૂઆત ઇ.સ.1999માં ગુજરાતથી જ થઇ હતી. તેમણે કહ્યું કે, લોકોમાં જાગૃતિ લાવવા માટે સમગ્ર દેશમાં ઇલેક્શન વોચ સંસ્થા કામ કરી રહી છે.

English summary
Gujarat Elections 2017: VVPAT and EVM machines allotted in Banaskantha for the 1st phase of election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X