રાહુલ ગાંધીના ઇન્ટરવ્યૂ પર પીયૂષ ગોયલે નોંધાવી ફરિયાદ
રાહુલ ગાંધી સમક્ષ આચાર સંહિતાનો ભંગ કરવા માટે ચૂંટણી પંચ નોંધી શકે છે ફરિયાદ. ખાનગી મીડિયા ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યા પછી થયો વિવાદ. વધુ જાણો અહીંં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને શરૂ થવાને જ્યાં હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ગુજરાતનું રાજકારણ આરોપ પ્રત્યારોપ તરફ વળ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યા પછી કેન્દ્રીય રેલ્વે મંત્રી પીયૂષ ગોયલે આ અંગે વિરોધ દર્શાવ્યો છે. અને તેને આચાર સંહિતાનો ભંગ જાણવ્યો છે. આ અંગે ભાજપ દ્વારા પણ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે. પીયૂષ ગોયલે આ અંગે જણાવ્યું કે "ગુજરાતમાં પ્રચારમાં છેલ્લા 48 કલાકમાં ઇન્ટરવ્યૂ આપવાની પરવાનગી નથી. ત્યારે ખાનગી ચેનલના ઇન્ટરવ્યૂ પગલે ચૂંટણી પંચ આ અંગે નોંધ લઇને કાર્યવાહી કરશે તેવી મને ખાતરી છે."
It was not permitted to give an interview in the last 48 hours of campaigning in Gujarat. I am sure the Election Commission will take cognizance of this and take an action: Union Minister Piyush Goyal on Rahul Gandhi's interview to a local TV channel in Gujarat pic.twitter.com/iiHjpS7yi2
— ANI (@ANI) December 13, 2017
તો બીજી તરફ ચૂંટણી પંચે પણ પીયૂષ ગોયલના નિવેદન પછી પ્રેસવાર્તા કરીને પોતાનું નિવેદન આપ્યું છે. ગુજરાતના ચીફ ઇલેક્ટોરલ ઓફિસર બી.બી.સ્વૈનને તે વાતની પુષ્ઠી કરી હતી કે તેમને ઇન્ટરવ્યૂના પ્રસાર સંબંધી ફરિયાદ મળી છે. તેમણે કહ્યું કે આ અંગે અમે ડીવીડી એકત્રિત કરી છે. અને તેની યોગ્ય તપાસ શરૂ કરી છે. તેમણે કહ્યું છે કે ડીવીડી જોઇને તપાસવામાં આવશે કે તે નિયમ 126 RPનું ઉલ્લંધન છે કે નહીં. આમ ગુજરાતમાં ચૂંટણીના બીજા તબક્કાની શરૂઆત થતા પહેલા જ આરોપોની છડી બંન્ને પક્ષો તરફથી વરસાવવામાં આવી રહી છે.
We have got a complaint regarding telecast of an interview. We have collected the DVDs. We will be doing due examination & look into whether it has violated Rules 126 RP Act or not:BB Swain,Chief Electoral Officer of #GujaratElection2017 on Rahul Gandhi's interview to TV channels pic.twitter.com/WXzGCBHs6S
— ANI (@ANI) December 13, 2017












Click it and Unblock the Notifications
