For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજ. વિધાનસભામાં બોમ્બ મુકવાની ધમકી આપનાર વિદ્યાર્થીની ધરપકડ

|
Google Oneindia Gujarati News

gujarat assembly
અમદાવાદ, 26 ફેબ્રુઆરી: ગુજરાતના ખેડા જિલ્લાની નડિયાદની કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની લોકલ ક્રાઇમ બ્રાંચે રવિવારે સાંજે ધરપકડ કરી છે. આ વિદ્યાર્થીએ એક ખાનગી સમાચાર ચેનલને આતંકવાદીઓના નામે ધમકીભર્યો મેઇલ કર્યો હતો.

આ વિદ્યાર્થીએ શનિવારે લશ્કર એ તૈયબાના નામે એક સમાચાર ચેનલને મેઇલ મોકલ્યો અને તાજેતરમાં હૈદરાબાદના દિલસુખનગરમાં થયેલા બે બ્લાસ્ટની જવાબદારી સ્વીકારી તેમજ ગુજરાતમાં પણ વિસ્ફોટ કરવાની ધમકી પોતાના મેઇલમાં આપી હતી. આ વિદ્યાર્થીએ પોતના મેઇલમાં ગુજરાતમાં ચાર સ્થળે બોમ્બ પ્લાન્ટ કરવાની ધમકી આપી હતી. જેમાં ગુજરાત વિધાનસભા, કાલુપુર રેલવે સ્ટેશન, નડિયાદની ધરમસિંહ દેસાઇ યુનિવર્સિટી, અને અમદાવાદની બીજે મેડિકલ કોલેજના નામનો ઉલ્લેખ કરાયો હતો.

આ મેઇલમાં હુમલાઓને ટાળવા માટે 50 કરોડ રૂપિયાની માંગ કરી હતી. મેઇલમાં અપાયેલા ચાર મોબાઇલ નંબરના આધારે સેન્ડરની ઓળખ મેળવી શકાઇ. આવો ધમકીભર્યો મેઇલ મળતા જ સમાચાર ચેનલે આ મેઇલ સ્થાનિક પોલીસ સ્ટેશન અને રાજ્યના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને તપાસ માટે મોકલી આપ્યો.

ખેડા જિલ્લાના એસપી મકરન્દ ચૌહાણે જણાવ્યું કે 'અમને મેઇલ મળતા જ અમે તેની તપાસ શરૂ કરી દીધી. અમે જ્યાથી મેઇલ આવ્યો હતો ત્યાંનું આઇ એડ્રેસ ટ્રેસ કર્યુ ત્યારે જાણ થઇ કે આ મેઇલ નડિયાદમાંથી જ મોકલવામાં આવ્યો છે. ટેકનિકલ ટીમની મદદ થકી વિનિયાવાડ રોડ પર આવેલા સાઇબર કાફે સુધી અમે પહોંચી શક્યા. સાઇબરકાફેમાંથી અમને તે સમય દરમિયાન એ કોમ્પ્યુટર પર બેસનાર યુવકનું નામ અને સરનામું લઇ લીધું.'

શિવમ વ્યાસ નામનો આ યુવક ડીડીયુની આઇટી એન્જિનિયરીંગ કોલેજમાં ચોથા સેમેસ્ટરનો વિદ્યાર્થી છે, જેણે પ્રેમમાં નિષ્ફળ જવાના કારણે પોતાની ગર્લફ્રેન્ડને સબક શીખવાડવા માટે આ પ્રકારનું પગલું ભર્યું હતું. જોકે તેને એ વાતની જાણ ન્હોતી કે પોલીસ તેના ઘર સુધી પહોંચી જશે અને તેની ધરપકડ કરી લેશે.

English summary
Gujarat engineering student mails terror threat, held by LCB from Nadiad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X