For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકન કોંગ્રેસમાં નરેન્દ્ર મોદીના યશસ્વી નેતૃત્વની પ્રસંશા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 7 માર્ચ: ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત ચોથીવાર ચૂંટાઇને રાજ્યમાં સૌથી લાંબા સમય સુધી યશસ્વી મુખ્યમંત્રી તરીકેનો ઇતિહાસ રચનારા નરેન્દ્ર મોદીને અમેરિકન કોંગ્રેસ (યુએસ કોંગ્રેસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ્ઝ)ના ૧૧૩મા સત્રમાં અભિનંદન આપતું નિવેદન પ્રસ્તુત થયું હતું. વરિષ્ઠ કોંગ્રેસમેન શ્રીયુત એની ફેલિઓમાવેગાએ અમેરિકન કોંગ્રેસમાં આ નિવેદન રજૂ કર્યું હતું અને તેમના વતી આ ઐતિહાસિક દસ્તાવેજ યુએસ કોંગ્રેસનલ રેકોર્ડ રૂપે આજે ગાંધીનગરમાં સંજય પુરીએ મુખ્યમંત્રીને અર્પણ કર્યો હતો.

ભારત અને અમેરિકાના સંબંધો અંગેની નીતિવિષયક બાબતો અંગેની કમિટીના રેન્કીંગ મેમ્બર એવા શ્રીયુત એની ફેલિઓમાવેગાએ આ કોંગ્રેસનલ રેકોર્ડનું મહત્વ દર્શાવતા મુખ્યમંત્રીને પાઠવેલા સંદેશામાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનલ રેકોર્ડ તરીકે, અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેન્ટેટીવ્ઝના ૧૧૩માં સત્રમાં તેમણે રજૂ કરેલું આ નિવેદન હવે અમેરિકાના રાજકીય ઇતિહાસનો ભાગ બની ગયું છે અને ભવિષ્યની પેઢીઓ માટે ચિરંજીવ રહેવાનું છે.

narendra-modi

નરેન્દ્ર મોદીની અસામાન્ય નેતૃત્વ ક્ષમતા અને માત્ર ગુજરાત કે ભારત જ નહીં સમગ્ર વિશ્વના અર્થતંત્રમાં વિકાસ માટેના તેમના યોગદાનનો પ્રભાવ છે તેને આ અમેરિકન કોંગ્રેસના ઐતિહાસિક દસ્તાવેજથી સ્વીકૃતિ મળી છે. આ નિવેદનમાં નરેન્દ્ર મોદીની સિદ્ધિઓ અને ક્ષમતાને સન્માનિત કરવામાં આવી છે.

એલાયન્સ ફોર યુએસઇન્ડીયા બિઝનેસ (AUSIB)ના સ્થાપક પ્રમુખ સંજય પુરીએ ખાસ અમેરિકાથી આવીને શ્રી ફેલિઓમાવેગા વતી આ ઐતિહાસિક યુએસ કોંગ્રેસનલ રેકોર્ડ મુખ્યમંત્રીને અર્પણ કર્યો હતો.

સંજય પુરીએ જણાવ્યું કે, અમેરિકા, યુરોપ સહિતના સમૃદ્ધ દેશોમાં ગુજરાત અને ગુજરાતની જનતા વિશે જે અભૂતપૂર્વ શાખ પ્રતિષ્ઠા અને આદરભાવ છેલ્લા કેટલાક વર્ષોથી જોવા મળે છે તેનું ઉત્તમ વાતાવરણ સર્જવાનું શ્રેય નરેન્દ્ર મોદીના નેતૃત્વને ફાળે જાય છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓ અને ભારતીયો સહિત વિશ્વના અનેક દેશોના લોકો વિડીયો કોન્ફરન્સથી નરેન્દ્ર મોદીના સંબોધન અને તેમાંથી પ્રેરણા લેવા ઉત્સુક હોય છે.

કેટલાક મુઠ્ઠીભર પરિબળો તેમના વિધ્નસંતોષી ઇરાદા માટે પ્રવૃત્ત છે તે સિવાય આર્થિક સામાજિક વિકાસ અને માનવકલ્યાણની ભાવના ધરાવતા સૌ કોઇ નરેન્દ્ર મોદીના વિચારોને સમર્થન આપી રહ્યા છે જેની સંખ્યા અત્યંત વિશાળ છે. ૧૧૩મી અમેરિકન કોંગ્રેસમાં ૧૩મી ફેબ્રુઆરી, ર૦૧૩ના રોજ શ્રીયુત ફેલિઓમાવેગાએ રજૂ કરેલું નિવેદન અક્ષરશઃ આ પ્રમાણે છે.

English summary
Representative Eni Faleomavaega’s statement congratulating Narendra Modi on the win in Gujarat Assembly Elections 2012 inserted in USA Congressional Records.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X