For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના વડોદરામાં પહેલી હાઇટેક લાઇબ્રેરી શરૂ, મશીન આપ લે કરે છે પુસ્તકોની

|
Google Oneindia Gujarati News

વડોદરા, 5 ઓગસ્ટ : આપની પાસે સમય નથી અને લાઇબ્રેરીમાં લાઇબ્રેરિયન પાસે પુસ્તક જમા કરાવવાની લાંબી લાઇન છે. આપને થશે કે પેનલ્ટી લાગવાને બદલે કાશ કોઇ એવી વ્યવસ્થા હોય કે બુક તાત્કાલિક જમા લઇ લે તો કેવું સારું. આવી જ એક વ્યવસ્થા વડોદરાની સેન્ટ્રલ લાયબ્રેરીમાં શરૂ કરવામાં આવી છે.

વડોદરાના સેન્ટ્રલ પુસ્તકાલયમાં હવે એવું મશીન મુકવામાં આવ્યું છે જે માત્ર પુસ્તક આપે એટલે કે ઇશ્યુ કરે છે, સાથે પુસ્તક પરત પણ લે છે. વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી સેન્ટ્રલ લાયબ્રેરીમાં આ સુવિધા રૂપિયા 4 લાખના ખર્ચે ઉભી કરવામાં આવી છે. આ મશીનને ઓટોમેટિક બુક રિટર્ન ડેસ્ક કહેવામાં આવે છે.

ઓટોમેટિક બુક રિટર્ન ડેસ્કનો કોન્સેપ્ટ રજૂ કરવામાં વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરી ગુજરાતની સૌપ્રથમ લાઇબ્રેરી છે. આ કારણે તે ગુજરાતની સર્વપ્રથમ હાઇ ટેક લાઇબ્રેરી બની છે.

આ સુવિધા અંગે સ્ટેટ લાઇબ્રેરિયન કૌશિક શાહે જણાવ્યું કે લાઇબ્રેરીમાં પુસ્તક લેવા કે પાછું આપવા માટે વિદ્યાર્થીઓએ લાંબી લાઇનમાં ઉભા રહેવું પડતું હતું. જેમાં તેમનો કિંમતી સમય વેડફાતો હતો. હવે ઓટો ચેક ઇન અને ઓટો ચેક આઉટની મદદથી તેમનો સમય બચે છે.

કેવી રીતે કામ કરે છે બુક રિટર્ન ડેસ્ક?

કેવી રીતે કામ કરે છે બુક રિટર્ન ડેસ્ક?


આ ઓટોમેટિક બુક રિટર્ન ડેસ્ક બરાબર એવી રીતે કામ કરે છે જેવી રીતે એટીએમ કામ કરે છે. એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે જે રીતે કાર્ડ સ્વાઇપ કરવું પડે છે એ જ રીતે કાર્ડ સ્વાઇપ કરીને બુક જમા કે ઇશ્યુ કરવામાં આવે છે. આ ફંક્શનને ઓટો ચેક ઇન અને ઓટો ચેક આઉટ કહેવામાં આવે છે. આ કાર્ય માટે લાઇબ્રેરીના કોઇ પણ સ્ટાફની જરૂર રહેતી નથી.

હાઇટેક લાઇબ્રેરીમાં અન્ય કઇ હાઇટેક સુવિધાઓ?

હાઇટેક લાઇબ્રેરીમાં અન્ય કઇ હાઇટેક સુવિધાઓ?


વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરીને એટલા માટે ગુજરાતની પહેલી હાઇટેક લાઇબ્રેરી કહેવામાં આવે છે કારણ કે છેલ્લા બે વર્ષમાં અનેક હાઇટેક ઉપકરણો તેમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જેવા કે રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઇસ, હેન્ડહેલ્ડ પોર્ટેબલ રીડર.

હેન્ડ હેલ્ડ પોર્ટેબલ રીડર શું છે?

હેન્ડ હેલ્ડ પોર્ટેબલ રીડર શું છે?


લાઇબ્રેરીમાં હેન્ડ હેલ્ડ પોર્ટેબલ રીડર સ્ટોક ચેકિંગ માટે ઉપયોગી છે. તેની મદદથી લાઇબ્રેરીના વિવિધ રેકમાં મૂકવામાં આવેલા પુસ્તકોના ડેટાનું મિનિટોમાં માહિતી મળી શકે છે. તેની પ્રિન્ટ પણ કાઢી શકાય છે. આ સાધનની કિંમત રૂપિયા 1,32,000 છે.

કેટલો સમય બચે છે?

કેટલો સમય બચે છે?


આ ઓટોમેટિક બુક ઇશ્યુ અને બુક રિટર્ન ડેસ્કની મદદથી માત્ર 1 મીનિટની અંદર કામ થઇ જાય છે. આ માટે કાર્ડને સ્વાઇપ કરવાનું હોય છે. કાર્ડમાં વાચક કે પુસ્તકાલયના સભ્યની તમામ વિગત હોય છે. કાર્ડ સ્વાઇપ કરતા જ પુસ્તક ઇશ્યુ કરવાનું છે તે અંગે હા કે ના પુછે છે. પુસ્તકની વિગત આપતા જ તે આપના નામે ઇશ્યુ થઇ જાય છે. આ દ્વારા લાઇબ્રેરી સ્ટાફનો પણ સમય બચે છે.

English summary
Gujarat's first hi-tech library started in Vadodara, Readers getting books from machine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X