FSSAI દ્વારા આપવામાં આવતા ‘‘સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ’’માં દેશભરના ગુજરાત બીજા ક્રમે

ગુજરાતે ફૂડ એન્ડ સેફટી સ્ટાર્ન્ડડ ઓથોરિટી ઓફ ઇન્ડીયા-FSSAI દ્વારા આપવામાં આવતા ‘‘સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ’’માં દેશભરના રાજ્યોમાં બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ તરીકે વર્ષ ૨૦૨૧-૨૨માં ૭૭.૫૦ ટકા સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યુ છે.

ગુજરાતે ફૂડ એન્ડ સેફટી સ્ટાર્ન્ડડ ઓથોરિટી ઓફ ઇન્ડીયા-FSSAI દ્વારા આપવામાં આવતા ''સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ''માં દેશભરના રાજ્યોમાં બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ તરીકે વર્ષ ૨૦૨૧-૨૨માં ૭૭.૫૦ ટકા સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યુ છે. આ સિદ્ધિ બદલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયાના હસ્તે નવી દિલ્હી ખાતેથી ગુજરાતને એવોર્ડ-પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ સિવાય ગુજરાતે ર૦ર૦-ર૧ના સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષમાં ૭ર ટકા મેળવીને દેશના મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમ હાંસલ કરવાની સિદ્ધિ પણ મેળવી છે.

ઈટ રાઈટ ચેલેન્જમાં ગુજરાત પ્રથમ

ઈટ રાઈટ ચેલેન્જમાં ગુજરાત પ્રથમ

આ ઉપરાંત કેન્દ્ર સરકારના "ઇટ રાઇટ ચેલેન્જ"માં પણ ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જેમાં ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાંથી ૭૫ જિલ્લા-શહેરોને વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તે પૈકી ગુજરાતના ૦૫ શહેરો અને ૧૯ જિલ્લાઓ એમ કુલ-૨૪ જિલ્લાઓ-શહેરો સાથે ગુજરાતે Eat Right Challengeમાં પ્રથમ સ્થાન જ્યારે વડોદરા શહેરે સમગ્ર દેશમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

ઋષિકેશ પટેલના નેતૃત્વમાં મળી બેવડી સિદ્ધિ

ઋષિકેશ પટેલના નેતૃત્વમાં મળી બેવડી સિદ્ધિ

આમ આરોગ્ય મંત્રી ઋષિકેષભાઇ પટેલના નેતૃત્વમાં અને આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલના સતત માર્ગદર્શનમાં ગુજરાતે ''સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ''માં બેવડી સિદ્ધિ હાંસલ કરી છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરશ્રી, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

કયા માપદંડના આધારે ક્રમ અપાય છે?

કયા માપદંડના આધારે ક્રમ અપાય છે?

કમિશનરે વધુ વિગતો આપતા કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ માટેના જે માપદંડો-ધારાધોરણો નિયત કરવામાં આવ્યા છે તેમાં ઓવરઓલ પરફોમન્સ ઓન ફૂડ સેફટીના આધારે રાજ્યોને શ્રેષ્ઠતાના ક્રમ આપવામાં આવે છે. આ માપદંડોમાં ફૂડ સેમ્પલીંગ, ટેસ્ટીંગ, લેબોરેટરી ઇન્ફ્રાસ્ટ્રકચર, કોમ્પલાયન્સ, ટ્રેનિંગ, લાયસન્સ અને રજીસ્ટ્રેશન અને રાજ્યમાં મળતા ખોરાકની ગુણવત્તા ઉપર ભાર મુકવામાં આવે છે. ગુજરાતે આ તમામ માપદંડ અને ધારાધોરણોમાં શ્રેષ્ઠતા પૂરવાર કરીને ભારત સરકાર દ્વારા આપવામાં આવતો આ એવોર્ડ મેળવ્યો છે. ગુજરાતે આ અગ્રતા ક્રમ સતત ચોથા વર્ષે પણ જાળવી રાખ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X