For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવસારીમાં બુધવારે ધામધૂમથી ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરાશે

|
Google Oneindia Gujarati News

gujarat-culture
નવસારી, 30 એપ્રિલ : આ વર્ષે 1 મેના રોજ ગુજરાત રાજ્‍યના સ્‍થાપના દિવસની ઉજવણી નવસારી ખાતે કરવામાં આવશે. ગુજરાતની સ્‍થાપના થયાને આ 53મો જન્‍મદિવસ છે. રાજ્‍યનું મંત્રીમંડળ આ કાર્યક્રમને રંગેચંગે ઉજવવા માટે તૈયારીના ભાગરૂપે આજથી નવસારીમાં છે. ગુજરાતના સ્‍થાપના દિવસે મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, રાજ્‍યપાલ કમલા બેનીવાલ હાજરી આપશે. બુધવારે ઉજવણીનો આ કાર્યક્રમ પૂરો થયા બાદ મંત્રીમંડળ ગાંધીનગર પરત ફરશે જેના કારણે બુધવાર સુધી ગાંધીનગર સ્‍થિત સચિવાલય સૂમસામ બનશે.

દરેક સપ્તાહના બુધવારના રોજ ગુજરાતના પ્રશ્‍નો અને વહીવટી મુદ્દાઓની ચર્ચા અર્થે રાખવામાં આવતી કેબિનેટ બેઠક આ અઠવાડિયે મુલત્‍વી રાખી ગુરૂવારના રોજ યોજવાની ગોઠવણ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. રાજ્યના સ્થાપના દિવસની ઉજવણીમાં તમામ મંત્રીઓ નવસારીમાં હાજર રહેશે.

ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજનારા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં 500 થી વધારે કલાકારો 21થી વધુ આદિવાસી લોકકલા - નૃત્યની જમાવટ કરશે. ગૌરવદિનની ઉજવણી માટે શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લા સહિત નવસારીમાં ઠેર-ઠેર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાતાં શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લામાં રસ્તાઓ, સર્કલોની નવિનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકારી ઇમારતોના રંગરોગાન ઠેર-ઠેર સાફ-સફાઇ, પાણી-ડ્રેનેજની લાઇન બદલવાની કામગીરી નવા પ્રોજેકટોના ભૂમિપૂજન- ખાતમુહૂર્ત અને લોકાર્પણના અસંખ્ય કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. શહેર અને જિલ્લામાં ઠેર-ઠેર રોશની કરવામાં આવી છે. જાણે દિવાળી આવી હોય તેમ સહેર રોશનીથી ઝળહળી ઉઠયું છે.

રાજ્યના મહામહીમ રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલ તેમજ મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં 1 મેના રોજ ગૌરવ દિનની ભવ્યાતિભવ્ય ઉજવણી થશે. રાત્રે 8.00 કલાકે નવસારી લુન્સીકુઇના મેદાનમાં નિત્ય નૂતન નવસારી નામનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

આ પ્રસંગે ગુજરાત ગૌરવ પરેડ યાત્રા યોજાશે. જેમાં પોલીસ ચેતક કમાન્ડો, એનસીસી, એનએસએસ, વિવિદ વિભાગોની 26 જેટલા ટેબ્લોઝની બે કિલોમીટર લાંબી પરેડ શહેરમાં યોજાશે. જમાલપોરના સ્વામીનારાયણ મંદિર ખાતે નેવલ બેન્ડ કાર્યક્રમ યોજાશે. જેનું પ્રથમ વખત જ આયોજન કરવામાં આવ્યું છે.

આ મહત્વૂર્ણ ઉજવણીના કાર્યક્રમ માટે ઠેર-ઠેર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત માટે રાજ્યભરમાંથી પોલીસ જવાનો બોલાવવામાં આવ્યા છે. તથા વાહન વ્યવહાર માટે ઠેર-ઠેર ડાયવર્ઝન સહિત સુરક્ષા વ્યવસ્થા ચૂસ્ત બનાવામાં આવી છે. શહેર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે.

સ્થાપના દિનની ઉજવણીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમની રૂપરેખા

- સવારે 10.05થી 10.35 દાંડી ખાતે પ્રાર્થના સભામાં હાજરી આપશે.
- બપોરે 11.00થી 12.30 નવસારી કૃષિ યુનિ. ખાતે ભૂમિવંદના કાર્યક્રમમાં ઉપસ્થિતિ.
- બપોરે 12.40થી 01.40 નવસારી ટાટા હોલમાં સ્વામી વિવેકાનંદ યુવા સંમેલનને સંબોધન.
- સાંજે 05.30થી 06.00 નવસારી લુન્સીકુઇ મેદાન સામે પોલીસ પરેડ તથા
ગુજરાત ગૌરવયાત્રાનું નિરીક્ષણ કરશે.
- સાંજે 06. 05થી 07.00 જમાલપોર સ્થિત સ્વામીનારાયણ મંદિરના બગીચામાં પુસ્તક વિમોચન અને નેવલબેન્ડ કાર્યક્રમમાં હાજરી.
- રાત્રે 08.00થી 10.15 નવસારી લુન્સીકુઇ મેદાનમાં ગુજરાત ગૌરવ દિવસ સન્માન સમારોહ અને ભવ્ય સાંસ્કૃતિક સમારોહ નિત્ય નૂતન નવસારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

English summary
Gujarat foundation day will celebrate in Navsari on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X