ગુજરાત સરકારે હવામાં ઉડવા જનતાના કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો, જાણો આંકડો
ગુજરાત સરકાર દ્વારા પ્લેન અને હેલિકોપ્ટર પર થયેલા ખર્ચને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. દાંતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ વિમાન અને હેલિકોપ્ટર પર થયેલા ખર્ચને લઈને સરકારને સવાલ કર્યો હતો. સરકાર દ્વારા આપવામાં આવેલા જવાબમાં આ વિશે મહત્ત્વની માહિતી જાહેર કરવામાં આવી છે.
સરકારના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારના પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કુલ 61.97 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ ખર્ચમાં મેઇન્ટેનન્સ, પાર્કિંગ ભાડૂ, પાયલોટ અને સ્ટાફ પર થયેલા ખર્ચનો સમાવેશ થાય છે. આ ખર્ચ છેલ્લા બે વર્ષમાં થયો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત 2019માં રાજ્ય સરકારે 197 કરોડ રૂપિયાનું વિમાન ખરીદ્યું હતું. સરકારના નેતાઓના પ્રવાસો માટે વિમાનો અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરાયો છે, જે માટે ખર્ચ કરાયો છે.
આ આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે સરકાર દ્વારા હવાઈ પ્રવાસ માટે મોટા પાયે ખર્ચ કરવામાં આવ્યો છે, જે જનતામાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.












Click it and Unblock the Notifications
