CBSEના પગલે ગુજરાત સરકારે પણ નિર્ણય બદલ્યો, 12માંની પરિક્ષા રદ કરવાની કરી જાહેરાત
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇ કાલે એટલે કે 1 જૂનના રોજ બોર્ડની પરીક્ષાઓ સંદર્ભે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં સીબીએસઈ બોર્ડની 12માંની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પગલે ગુજરાત સરકાર પણ ભાનમાં
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇ કાલે એટલે કે 1 જૂનના રોજ બોર્ડની પરીક્ષાઓ સંદર્ભે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં સીબીએસઈ બોર્ડની 12માંની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પગલે ગુજરાત સરકાર પણ ભાનમાં આવી છે. આજે ગાંધીનગરમાં સીએમ રૂપાણીના નેતૃત્વમાં કેબિનેટની બેઠક કરવામાં આવી હતી, જેમાં ચર્ચા વિચારણા કરી 12માંની પરિક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ઉલ્લેખનિય છેકે ગુજરાત સરકારે ગઇકાલે જ પરિક્ષાની તારીખ તથા ટાઇમ ટેબલની જાહેરાત કરી હતી. કેન્દ્ર દ્વારા CBSE બોર્ડની પરિક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવતા ગુજરાત સરકાર પણ ભાનમાં આવી છે. ગુજરાત સરકારે પણ 12ના બોર્ડની પરિક્ષા રદ કરવાની જાહેરાત કરી છે.
કેન્દ્ગ સરકારે આ વર્ષે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષ અધ્યક્ષતામાં મળેલી મહત્વની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે તમામ વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતામાં છે. આ માહોલમાં તેમને પરીક્ષાને લગતી તણાવની સ્થિતિ આપવી યોગ્ય નથી. આપણે તેમના જીવનને જોખમમાં નાંખી શકીએ નહીં.તેમણે કહ્યું કે ધોરણ-12ના પરિણામ નિયત સમયમાં અને તાર્કિક આધાર પર તૈયાર કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
