Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાત સરકારે આ માછલીને સ્ટેટ ફિશ જાહેર કરી, જાણો કઈ છે આ માછલી અને શું છે ખાસ?

ગુજરાત પાસે 1600 કિલોમીટરનો વિશાળ દરિયા કિનારો છે. આ જ કારણ છે કે સદીઓથી ગુજરાત દુનિયાભરમાં કારોબાર કરવા માટ જાણીતું છે. આ કારોબારમાં ગુજરાત વર્ષે લાખો ટન માછલીનું પણ ઉત્પાદન કરે છે.

ગુજરાતમાંથી માછલીનો મોટો વેપાર ચાલે છે. અહીંથી માછલી દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સપ્લાય થાય છે. આ જ કારણ છે કે અહીંની સરકાર માછલીઓ પર વિશેષ ધ્યાન આપે છે.

ghol fish

હાલમાંજ ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઈન્ડિયા 2023 કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ખાસ માછલીને રાજ્યની માછલી જાહેર કરી છે.

ગુજરાત સરકારે ઘોલ માછલીને સ્ટેસ ફિશ તરીકે જાહેર કરી છે. આ માછલી એટલી ખાસ છે કે વિદેશોમાં તેની ખૂબ માંગ છે. ખાસ કરીને ચીનમાં આ માછલી ઉંચી કિંમતે વેચાય છે. આ માછલીનો ઉપયોગ દવા બનાવવામાં થાય છે. ચીનના લોકો આ માછલી ખાય છે. કારણ કે તેમાં ઔષધીય ગુણો જોવા મળે છે.

આ માછલીના ઔષધીય ગુણોને કારણે તેની માંગ વધુ છે. આ સાથે ચીન સહિત અન્ય એશિયન દેશોમાં આ જ માછલીની એર બ્લેડર ઉંચી કિંમતે વેચાય છે. તેની મદદથી ઘણી ફાર્મા કંપનીઓ તેમની દવાઓ તૈયાર કરે છે.

એક અહેવાલ અનુસાર, એક કિલો ઘોલ માછલીની કિંમત 5 થી 15 હજાર રૂપિયા સુધીની છે. જ્યારે તેના ડ્રાય એર બ્લેડરની કિંમત પણ વધારે છે. અન્ય દેશોમાં નિકાસ કરતી વખતે તેની કિંમત 25 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચે છે.

આ માછલીને ગુજરાતની સ્ટેટ ફિશ તરીકે પસંદ કરવા પાછળ પણ આ જ કારણ છે. તેની ભારે માંગને કારણે આ માછલીનો ખૂબ શિકાર કરવામાં આવતો હતો, હવે ગુજરાત સરકારે તેને બચાવવા માટે આ પગલું ભર્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X