સાતમા પગાર પંચને લઇને બોર્ડને નિગમના અધિકારીઓએ કર્યો વિરોધ

Subscribe to Oneindia News

ગુજરાત સરકાર હસ્તક આવતા બોર્ડ અને નિગમના અધિકારીઓ અને કર્મચારીઓ સાતમાં પગાર પંચને અમલી કરવાની માંગ સાથે ધરણા પર બેઠા છે. ગુજરાત સરકાર હસ્તક આવતા બોર્ડ - નિગમના 1 લાખથી વધુ કર્મચારીઓ સાતમા પગારપંચના લાભથી વંચિત છે. શનિવારે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સહીત વિવિધ કર્મચારી સંગઠનોના સમર્થનમાં બોર્ડ-નિગમના કર્મચારીઓ એક દિવસના ધરણા પર ઉતર્યા હતા. અને તેમની માંગણી જલ્દી જ સંતોષવાની વાત કરી હતી.

seventh pay

એટલું જ નહીં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળએ રાજ્ય સરકારને ચીમકી આપી છે. ૩૦ મે સુધીમાં સાતમાં પગારપંચ જાહેરાત નહિ કરવામાં આવે, તો 15થી આવશ્યક સેવાઓ આપતા બોર્ડ-નિગમ કાર્ય બંધ પાડી વિરોધ કરવામાં આવશે. નોંધનીય છે કે સરકાર બોર્ડ નિગમના 1 લાખથી વધુ કર્મચારીઓ સરકારના આ લાભથી વંચિત રાખવામાં આવ્યા છે. અને આ તમામ લોકોને સત્વરે આ લાભ તેમને મળે તેવી માંગણી છે.

English summary
Gujarat Government employees protesting against 7th Pay commission. Read here in details.
Please Wait while comments are loading...