Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Seaplane Service : 13 કરોડનો ધુમાડો કર્યા પછી ગુજરાત સરકારને થયું બ્રહ્મ જ્ઞાન! સી- પ્લેન સર્વિસ બંધ કરાઇ

Seaplane Service : સી-પ્લેન સેવા પર પોતાના જ જવાબમાં યુ-ટર્ન લેતા સરકારે જણાવ્યું હતું કે, સી પ્લેન સેવાને બંધ કરવામાં આવી હતી. કારણ કે, સંચાલનનો ખર્ચ ઘણો મોંઘો હતો.

Seaplane Service : ગુજરાત સરકાર દ્વારા ગુરુવારના રોજ રાજ્યની વિધાનસભામાં સ્વીકાર્યું હતું કે, તેમણે અતિશય ઓપરેશનલ ખર્ચને કારણે 13 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યા પછી દેશની પ્રથમ કહેવાતી સી પ્લેન સેવા બંધ કરી દીધી છે.

Seaplane Service

સાબરમતીથી ભાજપના ધારાસભ્ય હર્ષદ પટેલે એક સપ્તાહ પહેલા વિધાનસભામાં સી પ્લેન સેવા અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. જે બાદ વહીવટીતંત્રે જવાબ આપ્યો કે, સી પ્લેન લોન્ચ કરવાની યોજના બનાવવામાં આવી છે. માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થતાંની સાથે જ સેવા ફરી શરૂ કરવામાં આવશે.

સી-પ્લેન સેવા પર પોતાના જ જવાબમાં યુ-ટર્ન લેતા સરકારે જણાવ્યું હતું કે, સેવાને બંધ કરવામાં આવી હતી. કારણ કે, સંચાલનનો ખર્ચ ઘણો મોંઘો હતો. સરકારે ગૃહમાં સ્વીકાર્યું કે, તે સી પ્લેન પર 13.15 કરોડથી વધુ ખર્ચ કરી ચૂકી છે.

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાના પ્રશ્નના જવાબમાં, સરકારે જણાવ્યું હતું કે, અમદાવાદથી કેવડિયા સુધીની સી-પ્લેન સેવા 2020માં 13,15,06,737 રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવી હતી. સરકારે એમ પણ જણાવ્યું હતું કે, નાણાકીય કારણોસર અને ઓપરેટર માટે ઓપરેશનના ઊંચા ખર્ચને કારણે સી પ્લેન સેવા 2021માં બંધ કરવામાં આવી હતી.

સરકારે ગૃહમાં સ્વીકાર્યું હતું કે, વિદેશી-રજિસ્ટર્ડ એરક્રાફ્ટના સંચાલન અને જાળવણીને મુશ્કેલ બનાવવાને કારણે સેવા અટકાવવામાં આવી હતી. પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ અગાઉ વચન આપ્યું હતું કે, કેવડિયાથી અમદાવાદ સી-પ્લેન માટેની સેવા ટૂંક સમયમાં શરૂ થશે. 31 ઓક્ટોબર, 2020ના રોજ, વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે કેવડિયાથી અમદાવાદ સુધી સી પ્લેન સેવા શરૂ કરી હતી, જે બાદમાં સમારકામ માટે માલદીવ મોકલવામાં આવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X