Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પ્રત્યેક જિલ્લામાં બનશે મેડિકલ કોલેજ, ઘર આંગણે મેડિકલ શિક્ષણ આપવા સરકાર કટિબદ્ધ

Gujarat government: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં રાજ્યની GMERS સંદર્ભે પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં નવીન પાંચ જીએમઇઆરએસ મેડિકલ કોલેજનો ઉમેરો કરાયો છે. જેના અંતર્ગત નવીન 500 મેડિકલ બેઠકો વધી છે.

આ અનુસાર રાજપીપળા, નવસારી, પોરબંદર, ગોધરા અને મોરબી જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને જીએમઇઆરએસ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર દ્ધારા GMERS હેઠળ છેલ્લા 20 વર્ષમાં 13 નવી મેડીકલ કોલેજો અંતર્ગત સ્નાતક કક્ષાની કુલ 2100 અને અનુસ્નાતકની કુલ 300 ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જીએમઇઆરએસની 13 કોલેજોના સંચાલન માટે અત્યાર સુધીમાં રાજ્ય સરકારે રૂપિયા 5244 કરોડની રકમ ફાળવી છે.

medical education

જેની સામે ટ્યુશન ફી ની આવક રૂપિયા 2216 કરોડ થઇ છે. યુજીની 2100 તથા પીજીની 300 મળી કુલ રૂપિયા 2400 વિદ્યાર્થીઓમાંથી 1743 (72 ટકા) વિદ્યાર્થી સરકારની વિવિધ શિષ્યવૃતિ યોજનાઓ જેવી કે MYSY, કન્યા કેળવણી, પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના, CMSS યોજના તેમજ ફ્રી શીપ કાર્ડ યોજનાઓનો લાભ મેળવી ફી માં રાહત મેળવતાં હોય છે.

આ ઉપરાંત 8 કોલેજોના બાંધકામ માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં રૂપિયા 4287 કરોડ ફાળવેલા છે. નવી 5 કોલેજોને રાજ્યના 40 ટકા અને કેન્દ્રના 60 ટકા લેખે 976 કરોડ ફાળવવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.

વર્ષ 2023-24માં જીએમઇઆરએસ હસ્તકની 13 મેડીકલ કોલેજોની ટ્યુશન ફીની થનાર અંદાજીત આવક રૂપિયા 3375 કરોડ સામે 13 કોલેજો અને 14 હોસ્પિટલોના અંદાજીત રૂપિયા 1250 કરોડનો ખર્ચ થવાનો છે. જેની સામે સરકાર તરફથી કોલેજો અને હોસ્પિટલોના ખર્ચ માટે રૂપિયા 843.21 કરોડ ફાળવવામાં આવ્યા છે.

મંત્રીએ રાજ્ય સરકાર હસ્તકની મેડીકલ કોલેજના સંચાલન સંદર્ભે વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યમાં 6 સરકારી મેડીકલ કોલેજોમાં યુજીની 1400 બેઠકો તથા પીજીની 1329 બેઠકો ઉપલબ્ધ છે. વર્ષ 2023-24માં રાજ્ય સરકારે રૂપિયા 895 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેની સામે ફી ની આવક માત્ર રૂપિયા 7.37 કરોડ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X