ગુજરાત આખામાં શાળા, કોલેજ અને મોલ બંધ રાખવા સરકારનો આદેશ
ગુજરાત આખામાં શાળા, કોલેજ અને મોલ બંધ રાખવા સરકારનો આદેશ
દેશમાં કોરોના વાયરસ સામે લડવા તંત્ર સઘન પ્રયાસ કરી રહ્યુ છે. કોરોના વાયરસના કારણે 13 જેટલા રાજ્યોમાં 108 જેટલા કેસ નોંધાઇ ચુક્યા છે. આ ઉપરાંત દેશમાં બે લોકોનાં મોત પણ કોરોના વાયરસથી થયા છે. ત્યારે, ગુજરાત સરકારે પણ અગમચેતી પગલાં હાથ ધર્યા છે.

ગુજરાતમાં કોરોના વાઈરસને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં આરોગ્યની સ્થિતિ અને કોરોના સામે લેવાયેલ પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યમાં શાળા કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતીકાલ થી બે અઠવાડીયા માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે બોર્ડ પરીક્ષાઓ યથાવત રહેશે. આ ઉપરાંત મોલ-મલ્ટિપ્લેક્ષ પણ બંધ કરવા આદેશ કરાયો છે. રાજ્યના સિનેમા ઘરો અને સ્વિમિંગ પૂલ પણ બંધ કરવા સરકારે આદેશ કર્યો છે.
રાજ્ય સરકારે 16 માર્ચથી 31 માર્ચ સુધી શાળા-કોલેજો બંધ કરવા આદેશ કર્યો છે. આ ઉપરાંત આરોગ્ય હિતને ધ્યાનમાં રાખીને જાહેરમાં થૂંકવા પર પણ પ્રતિબંધ મુક્યો છે. જાહેરમાં થુંકનાર પર 500 રૂપિયા સુધી દંડ વસુલવાનો આદેશ કર્યો છે.
રાજ્ય સરકાર કોરોના વાયરસ માટે સંપુર્ણ સજ્જ જોવા મળી રહી છે. ગુજરાત સરકારે આરોગ્ય વિભાગને પણ સપષ્ટ આદેશ કરી દીધા છે. આરોગ્ય વિભાગ દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલ્સને ગાઇડલાઇન આપી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
