ન્યાયિક પ્રણાલીને ટેકનોલોજીયુક્ત બનાવશે ગુજરાત સરકાર
ગુજરાત સરકારે ન્યાયિક કાર્ય પ્રણાલીને વધુ સુગમ, કાર્યક્ષમ અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. કાયદા મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં કાયદા વિભાગે રાજ્યના ડીસ્ટ્રીકટ જયુડીશયરીના ૧૨૦૦ ન્યાયાધીશોને રૂ. એક લાખ સુધીના ટેબ્લેટ અને પ્રિન્ટર આપવામાં આવશે.

આ નિર્ણય અંતર્ગત, રાજ્યના અંદાજે ૧૨૦૦ ડીસ્ટ્રીકટ જયુડીશયરીના ન્યાયાધીશને રૂ. ૮૦,૦૦૦ની કિંમતના ટેબ્લેટ અને રૂ. ૨૦,૦૦૦ની કિંમતના પ્રિન્ટર આપવામાં આવશે. આ માટે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં રૂ. ૧૫ કરોડની જોગવાઈ મંજૂર કરી છે. આ નિર્ણયથી ન્યાયિક પ્રક્રિયાઓમાં ડિજિટલ ટેકનોલોજીના વ્યાપક ઉપયોગને પ્રોત્સાહન મળશે.
ભારતીય ન્યાય સંહિતાના નવા ફોજદારી કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા (BNS), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમના અસરકારક અમલીકરણ માટે ડીસ્ટ્રીકટ જયુડીશયરીના ન્યાયાધીશોને અદ્યતન ટેકનોલોજીના સાધનો આપવાનો નિર્ણય કર્યો છે. આ પહેલ ઈ-કોર્ટ મિશન મોડ અને ભારત સરકાર તથા ગુજરાત સરકારની ઈઝ ઓફ ડૂઈંગ જસ્ટિસ નીતિના ભાગરૂપે કરવામાં આવી છે.
આ નિર્ણય ગુજરાત સરકારની ન્યાય વ્યવસ્થાને આધુનિક બનાવવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. જેનાથી ન્યાયિક અધિકારીઓને તેમના કાર્યમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ કાર્યક્ષમતા અને ચોકસાઈ લાવવામાં મદદ મળશે. આ પહેલ રાજ્યની ન્યાય વ્યવસ્થાને ડિજિટલ યુગ સાથે સાંકળીને નાગરિકોને ઝડપી અને પારદર્શક ન્યાય અપાવવાના લક્ષ્યને વેગ આપશે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
