For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સરકારે સીએમ વિજય રૂપાણી માટે 191 કરોડ રૂપિયાનું વિમાન ખરીદ્યું

ગુજરાત સરકારે સીએમ વિજય રૂપાણી માટે 191 કરોડ રૂપિયાનું વિમાન ખરીદ્યું

|
Google Oneindia Gujarati News

રાજ્યની ભાજપ સરકારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ તથા ઉપ સચિવો જેવા અન્ય વ્યક્તિઓ માટે 191 કરોડ રૂપિાયનું એક વિમાન ખરીદ્યું છે. અધિકારીઓએ જણાવ્યા મુજબ બે એન્જીન વાળું બૉમ્બાર્ડિયર ચેલેન્જર 650 વિમાન આગામી 2 અઠવાડિયામાં મળી જશે. નવું વિમાન 12 યાત્રીઓને લઈ જવાની ક્ષમતા ધરાવે છે અને આ વિમાનની ઉડાણ રેન્જ 7000 કિમીની છે, જે બીક્રાફ્ટ સુપર કિંગ વિમાનની સરખામણીએ ઘણી વધુ છે. આ વિમાન 879 કિમી પ્રતિ કલાકની ગતિએ ઉડાણ ભરી શકે છે.

vijay rupani

અન્ય એક અધિકારીએ જણાવ્યું કે બૉમ્બાર્ડિયર મેક ચેલેન્જર 650 વિમાન 191 કરોડ રૂપિયાનું છે. જે આ મહિનાના જ ત્રીજા અઠવાડિયે ગુજરાત પહોંચી જશે. વિમાન ખરીદીની તમામ ઔપચારિકતા પૂરી થઈ ચૂકી છે. નાગરિક ઉડ્ડયન ગુજરાતના ડાયરેક્ટર અજય ચોહાણે કહ્યું કે નવું જેટ બનતાની પહેલા એક બે મહિના લાગશે. સીમા શુલ્ક, ડીસીસીએ તથા અન્ય સત્તાવાર અનુમતિ લેવાની આવશ્યકતા છે.

અધિકારીએ કહ્યું કે બીક્રાફ્ટ એકમાત્ર વિમાન છે જે હાલમાં સીએમ તથા અન્ય ગણમાન્ય લોકો માટે ઉપલબ્ધ છે. જે પાછલા 20 વર્ષથી સેવામાં છે. તેમણે કહ્યું કે નવા વિમાનની ખરીદી પ્રક્રિયા પાંચ વર્ષ પહેલા શરૂ થઈ હતી. અંતમાં અમે ત્રીજી બોલીમાં એક નવું વિમાન પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા. વધુમાં તેમણે કહ્યું કે બીચક્રાફ્ટ સુપર કિંગ જેટ લાંબો સફર ખેડી શકવા માટે સક્ષમ ન હોવાથી લાંબા પ્રવાસ માટે ખાનગી જેટ ભાડે લેવું પડતું હતું. એક ચાર્ટર્ડ વિમાન ભાડે લેવાનો ખર્ચ પ્રતિ કલાક 1 લાખથી પણ વધુ થાય છે.

વિવાદિત ગુજરાત આતંકવાદ વિરોધી કાયદાને રાષ્ટ્રપતિની સ્વીકૃતિ મળીવિવાદિત ગુજરાત આતંકવાદ વિરોધી કાયદાને રાષ્ટ્રપતિની સ્વીકૃતિ મળી

English summary
gujarat govt purchases aircraft worth 191 crore for cm rupani
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X