Gujarat Gram Panchayat Election Results 2021: ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો આજે
ગુજરાતમાં થયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવશે.
ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં થયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવશે. અહીં કુલ 8686 પંચાયતોની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાઈ. આ બધી પંચાયતો પર કોણ જીતી રહ્યુ છે અને કોણ હારી રહ્યુ છે તે મતગણતરી પૂરી થવા સાથે-સાથે ખબર પડશે. તમને જણાવી દઈએ કે બધા ગામોમાં મતદાન બેલેટ પેપરથી કરાવવામાં આવ્યુ હતુ. આયોગે જણાવ્યુ હતુ કે આ વખતે વોટિંગ 77 ટકા રહ્યુ હતુ.

27 હજાર ઉમેદવાર સરપંચના પદ માટે ચૂંટણી લડ્યા
ગ્રામ પંચાયત ચૂંટણીમાં રાજ્યભરમાં આ વખતે 27 હજાર ઉમેદવારોએ ભાગ લીધો. વળી, 1.19 લાખ લોકો પંચાયતના સભ્ય બનવા માટે ઉભા રહ્યા. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં પંચાયત ચૂંટણીના કોઈ ઉમેદવાર રાજકીય દળો સાથે વાત કીને પોતાની ક્ષમતાના હિસાબે કોઈ પાર્ટીના ચૂંટણી ચિહ્નથી લડે છે. આજે આ ચૂંટણીનુ પરિણામ છે.
કુલ 1.81 કરોડ હતા મતદારો
રાજ્ય ચૂંટણી પંચની વેબસાઈટ પર આપવામાં આવેલા આંકડાઓ મુજબ આ ચૂંટણીમાં કુલ 1.81 કરોડથી વધુ લોકો મતદાન માટે ઉભા હતા. અપડેટમાં જણાવવામાં આવ્યુ છે કે સરપંચની આ ચૂંટણીમાં 77.03 ટકા મતદાન થયુ જ્યારે વૉર્ડ સભ્યોની ચૂંટણીમાં 72.92 ટકા મતદાન થયુ. આ ઉપરાંત સરપંચની ચૂંટણીમાં ડાંગ જિલ્લામાં સૌથી વધુ 84.92 ટકા મતદાન થયુ. ત્યારબાદ તાપીમાં 83.19 ટકા અને વડોદરામાં 82.12 ટકા મતદાન થયુ. જ્યારે પાટણ, ખેડા, ગાંધીનગર અને અમદાવાદમાં 80 ટકાથી વધુ મતદાન થયુ.












Click it and Unblock the Notifications
