ગુજરાતમાં દુનિયાભરના પ્રવાસી ભારતીયોના ધામા
ગાંધીનગર, 7 જાન્યુઆરી: દર વર્ષ વિદેશમાં રહેતા ભારતીયોને વતનની માટી સાથે જોડવા માટે પ્રવાસી ભારતીય દિવસનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે જાન્યુઆરીમાં 7 થી 9 તારીખ દરમિયાન યોજાનાર આ સમારોહમાં દુનિયાભરના ભારતીય આવે છે. આ ક્રમમાં આ વખતે પ્રવાસી ભારતીય દિવસનું આયોજન ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં થઇ રહ્યું છે. જેને સફળ બનાવવા માટે આનંદીબેન પટેલ સરકારે પુરી તાકાત લગાવી દિલ્હી છે.
ગાંધીનગરમાં પ્રવાસી ભારતીય દિવસને લઇને બધી તૈયારીઓ પૂરી થઇ ગઇ છે. ફરીથી વર્ષો પહેલાં વિદેશ ગયેલા ભારતીય ભારત આવવાના છે. તો બીજી તરફ સરકાર પણ 3 દિવસ સુધી ચાલનાર આ સમારોહની તૈયારીઓને લઇને કોઇ કમી રહી જાય એમ ઇચ્છતી નથી. કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર એ સાબિત કરવાનો પ્રયત્ન કરી રહી છે કે દેશ હવે પોલિસી પેરાલિસિસથી કંટાળી ગઇ છે.
આ દરમિયાન મુખ્ય સભાખંડમાં 500થી વધુ લોકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મંચની પાછળ લગાનાર વિશાળ બેનર પર મહાત્મા ગાંધીની મોટી તસવીર લગાવવામાં આવી છે. સાથે જ લખવામાં આવ્યું છે આપણું ભારત આપણું ગૌરવ. તમને જણાવી દઇએ કે 9 જાન્યુઆરી 1915ના રોજ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા અને આ વર્ષે તેમની વાપસને સોમું વર્ષ પણ છે. ગાંધીજીની વાપસીના સો વર્ષ પુરા થતાં હોવાથી આ વખતે પ્રવાસી ભારતીય દિવસની થીમ મહાત્મા ગાંધી પર જ રાખવામાં આવી છે. આ દિવસના માધ્યમથી પ્રવાસી ભારતીયોને દેશમાં રોકાણ માટે આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

એટલું જ નહી પ્રવાસી ભારતીય દિવસ સમારોહ સ્થળની આસપાસનો આખો વિસ્તાર ગાંધીજીના પોસ્ટરોથી ભરેલો છે. દરેક પોસ્ટરમાં ગાંધીજીના સંદેશ પણ લખવામાં આવ્યા છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓ જેમ કે મેક ઇન ઇન્ડિયા અને સ્વચ્છ ભારતના પોસ્ટર પણ ઠેર-ઠેર જોવા મળી રહ્યાં છે. 3 દિવસ સુધી અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ હસ્તીઓ અલગ-અલગ સમારોહમાં ભાગ લેશે.
આ દરમિયાન 7 જાન્યુઆરીને સવારે 10 વાગે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ યુવા પ્રવાસી દિવસની શરૂઆત કરશે. ત્યારબાદ મહેમાનોને ચાર ટુકડીમાં વહેંચવામાં આવશે જે ભારતીય સંસ્કૃતિ, ગાંધી અને દેશમાં ઉભરતા અવસરો પર ચર્ચા કરશે. કહેવામાં આવી રહ્યું છે કે 10 રાજ્યોના મુખ્યમંત્રી પણ આ આયોજનમાં ભાગ લેશે. આ સાથે જ દરેક રાજ્ય પોતાના અલગ સત્રનું આયોજન કરશે.
તો બીજી તરફ કેટલાક દેશોના રાષ્ટ્ર પ્રમુખ પણ સમારોહમાં ભાગ લેશે. ત્યારબાદ 8 જાન્યુઆરીના રોજ પીએમ નરેન્દ્ર મોદી મુખ્ય કાર્યક્રમ અને ગાંધીનું ઉદઘાટન કરશે. નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં મેક ઇન ઇન્ડિયા, નમામિ ગંગે, સ્માર્ટ સિટી જેવી યોજનાઓ પર વાત કરશે. સાથે જ પ્રવાસી ભારતીય પર ચર્ચા કરશે. મુખ્ય આયોજન બાદ અમદાવાદના કાંકરિયા લેક પર નવરંગ ભારતના નામથી એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
