Coronavirus: અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતનો રિકવરી રેટ ચિંતાજનક

Coronavirus: અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતનો રિકવરી રેટ ચિંતાજનક

કોરોના વાયરસની મહામારીએ વિશ્વઆખામાં કહેર મચાવી રાખ્યો છે. ત્યારે ગુજરાત માટે એક ખરાબ સમાચાર છે. ભારતના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતનો રિકવરી રેટ સૌથી ઓછો છે. ભારતનો રિકવરી રેટ 19 ટકા છે જેની સરખામણીએ ગુજરાતના દર્દીઓનો રિકવરી રેટ માત્ર 6.3 ટકા જ છે, ઉપરાંત મૃત્યુદર ગુજરાતનો દેશમાં સૌથી વધુ છે. રાજ્ય સરકારે જનતાને આશ્વાસન આપતા કહ્યું હતું કે ટૂંક સમયમાં જ ગુજરાતનો રિકવરી રેટ સુધરશે.

coronavirus

દેશભરમાં 20 હજારથી પણ વધુ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે, અને રાજ્યોના રિકવરી રેટ પણ ઉંચકાયા છે, જ્યારે ગુજરાતની સ્થિતિ ચિંતાજનક બની રહી છે જ્યાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને મૃત્યુદરમાં પણ સતત વધારો આવી રહ્યો છે.

22 એપ્રિલ સુધીમાં દેશભરમાં 20471 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે દેશભરમાંથી 3960 દર્દી સાજા થઈ ઘરે પહોંચી ગયા. જેનો મતલબ કે અત્યાર સુધીમાં ભારતમાં 19 ટકા દર્દી સાજા થઈ ગયા છે. બીજી તરફ ગુજરાતનો રિકવરી રેટ દેશભરમાં સૌતી ઓછો છે. કુલ 2272 કેસમાંથી 144 દર્દી જ રિકવર થયા છે.

અન્ય રાજ્યો સાથે સરખામણી કરવામાં આવે તો કેરળમાં 75 ટકા રિકવરી રેટ જોવા મળ્યો છે. અત્યાર સુધીના 427 કેસમાંથી કેરળના 307 લોકો રિકવર થઈ ગયા છે અને 3 લોકો મૃત્યુ પામ્યા છે. જો દેશના સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 5221 કેસ નોંધાયા છે જેમાંતી 722 દર્દીની રિકવરી સાથે 13 ટકાનો રિકવરી રેટ છે.

જ્યારે ગોવામાં 7 કેસ નોંધાયા હતા અને બધા જ રિકવર થઈ ગયા છે. આશ્ચર્યજનક રીતે ગુજરાતને મોડેલ સ્ટેટ ગણવામાં આવે છે, પરંતુ હજી સુધી રિકવરી સાઈકલને ક્રેક નથી કરી શક્યું. અત્યાર સુધીમાં માત્ર 144 લોકો જ રિકવર થયા છે અને રાજ્યનો રિકવરી રેટ માત્ર 6.3 ટકા જ છે જે દેશના અન્ય 29 રાજ્યોથી સૌથી ઓછો છે. દિલ્હીમાં 2156 કેસમાંથી 611 રિકવર સાથે અહીં 28 ટકા રિકવરી રેટ છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને તેલંગાણામાં અનુક્રમે 12 ટકા, 9.3 ટકા, 11 ટકા, 14 ટકા, 39 ટકા અને 20 ટકા રિકવરી રેટ છે.

ઉલ્લેખનીય ચે કે ગુજરાતના ત્રણ શહેર અમદાવાદ, સુરત અને વડોદરાની સ્થિતિ સૌથી ખરાબ છે જ્યાં અનુક્રમે 1434, 364 અને 297 કેસ નોંધાયા છે, આ ત્રણ શહેરમાં જ ગુજરાતના 88 ટકા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 56 લોકો સાથે રિકવરી રેટ માત્ર 3.9 ટકા છે, જ્યારે સુરતમાં 3 ટકા અને વડોદરામાં 3.8 ટકા રિકવરી રેટ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X