Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 51.09% જેટલો વરસાદ વરસ્યો નોંધાયો
Seasonal Rainfall in Gujarat: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 139 તાલુકામાં 251- 500 મિમિ વરસાદ , 45 તાલુકામાં 501-1000 મિમિ વરસાદ તેમજ 18 તાલુકામાં 1000 મિમિ થી વધુ વરસાદ નોંધાવા પામ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ સમગ્ર રાજ્યમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 51.09 % જેટલો વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ કચ્છ જિલ્લામાં વરસાદ
આ ઉપરાંત રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 51.09% છે જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં 85.46% ત્યારબાદ દક્ષિણ ગુજરાત જિલ્લામાં 55.19%, સૌરાષ્ટ્ર અને પૂર્વ મધ્ય વિસ્તારમાં 49.26% અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 48.01% સરેરાશ વરસાદ નોંધાયો છે.
40 ડેમો 50% થી 70% વચ્ચે ભરાયા
ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડનો હાલનો પાણીનો સંગ્રહ 1,76,942 મિલિયન ક્યુબિક ફીટ છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 52.96% છે તેમજ રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,31,347 મિલિયન ક્યુબિક ફીટની ક્ષમતા છે જે કુલ સંગ્રહ ક્ષમતાના 59.37% છે. રાજ્યમાં કુલ 206 ડેમો પૈકી 40 ડેમો હાઇએલર્ટમાં છે 24 ડેમો એલર્ટ મોડ પર છે 20 ડેમોને વોર્નિંગ આપવામાં આવી છે. ગુજરાતમાં 26 ડેમો 100% ભરાયેલા, 58 ડેમો 70% થી 100% વચ્ચે ભરાયેલા, 40 ડેમો 50% થી 70% વચ્ચે ભરાયેલા છે આ ઉપરાંત 42 ડેમો 25% થી 50% વચ્ચે ભરાયેલા છે 40 ડેમો 25% થી નીચે ભરાયેલા છે.












Click it and Unblock the Notifications
