For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત હાઇકોર્ટે GHBના મકાનોના ફેર ડ્રોને પડકારતી અરજી ફગાવી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 23 જુલાઇ : આજે ગુજરાત હાઇકોર્ટે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો માટે ફરીથી ડ્રો યોજવાના ગુજરાત સરકારના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દીધી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ઓછી કિંમતના મકાનોની પ્રાથમિક ફાળવણી માટે યોજવામાં આવેલા ડ્રોમાં ટેકનિકલ ખામી સર્જાતા ડ્રો કેન્સલ કરીને ફરીથી ડ્રો યોજવાની જાહેરાત ગુજરાત સરકારે કરી હતી.

ગુજરાત સરકારે નવેસરથી ડ્રો યોજવાની જાહેરાત કર્યા બાદ ડ્રોની તારીખો પણ જાહેર કરી હતી. જો કે અરજીને કારણે ડ્રો બાદની પ્રક્રિયા પર 8 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવી છે. ત્યાર બાદ જ અરજદારો કોર્ટના નિર્ણયને પડકારી શકશે.

gujarat-housing-board-600

આ અરજી પ્રથમ ડ્રોમાં મકાન જીતેલા લોકો દ્વારા કરવામાં આવતી હતી. નોંધનીય છે કે સરકારએ અગાઉ કરવામાં આવેલો ડ્રો અને તેના પરિણામો રદ જાહેર કર્યા હતા. કારણ કે તેમાં સોફ્ટવેરની ખામીને કારણે યોગ્ય પ્રક્રિયા હાથ ધરી શકાઇ ન હતી.

ગુજરાત સરકારે એવી જાહેરાત પણ કરી હતી કે હવે નવા ડ્રો કેન્દ્ર સરકારની એજન્સી એનઆઇસી (NIC) મારફતે કરવામાં આવશે. આ યોજના અંતર્ગત 8,000 મકાનો માટે અંદાજે 50,000 અરજીઓ આવી હતી.

English summary
Gujarat HC rejects a plea challenging repeat draw for gujarat housing boards units.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X