Photos: ગુજરાતભરમાં મેઘમહેર જાણો ક્યાં ક્યાં ભરાયા પાણી
ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ. જુઓ તસવીરો.
ગુજરાતભરમાં હવામાન ખાતા દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. અને તે મુજબ ગુજરાતભરમાં ઠેર ઠેર મેધરાજની ભારે મહેર જોવા મળે છે. અમદાવાદ, રાજકોટ સમેત મોરબીમાં ભારે વરસાદ સામાન્ય જન જીવન વેર વિખેર કર્યું છે. ઠેર ઠેર સોસાયટી અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જામનગરના ટંકારા ખાખરા ગામે પણ પાણી ભરાતા ત્રણ લોકોને બચાવવામાં આવ્યા હતા. વધુમાં મોરબીમાં ઘુનડા ગામ બેટમાં ફેરવાયું હતું. અને 14 લોકોને સલામત સ્થળ ખસેડવા પડ્યા હતા તેવી સ્થિતિ આવી હતી. ગિર સોમનાથમાં પણ ભારે વરસાદે લોકોની હાલત કફોડી કરી હતી. સોમનાથ મંદિરની આસપાસ પણ પાણી ભરાતા ભક્તોની મુશ્કેલી વધી હતી.
ત્યારે ગુજરાતભરમાં વરસાદની શું સ્થિતિ છે તસવીરોમાં જુઓ વિગતવાર. અમદાવાદ, રાજકોટ, મોરબીમાં ભારે વરસાદે લોકોની દશા કેવી બગાડી છે જુઓ અહીં...

અમદાવાદ
અમદાવાદ ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. શુક્રવારથી શરૂ થયેલા વરસાદે શનિવાર સુધી થમવાનું નામ નથી લીધુ. જેના કારણે વાસણા બેરેજના બે દરવાજાને 2 ફૂટ સુધી ખોલવાનો વારો આવ્યો છે. વળી લાંબી ગરમ બાદ અમદાવાદનું વાતાવરણ પણ ઠંડુ અને આહ્લાદક બન્યું છે.

રાજકોટ
તો રાજકોટ સમેત સૌરાષ્ટ્રભરમાં પણ ભારે વરસાદે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ ઊભી કરી છે. ટંકારા તાલુકામાં 8 ઇંચથી વધુ વરસાદ પડતા અનેક લોકો ફસાયા છે. અને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ખાખરા પાસે બે લોકોને બચાવ્યા હોવાની પણ માહિતી મળી છે.

ગિર સોમનાથ
ગિર સોમનાથમાં પણ ભારે વરસાદે માઝા મૂકી છે. આજે સવારે પ્રસિદ્ધ સોમનાથ મંદિર પણ સતત વરસતા વરસાદના મંદિર પરિસરની આસપાસ ઠેર ઠેર પાણી ભરાયા હતા. અને મંદિરને દેશભરથી આવતા ભક્તજનોની આ કારણે મુશ્કેલી વધી હતી.

મોરબી
મોરબીમાં પણ ધુનડા ગામ બેટમાં ફેરવાયું છે. જેના કારણે તંત્ર દ્વારા 14થી વધુ લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. સાથે જ મોરબીથી વાવડાનો રસ્તો બંધ કરવામાં આવ્યા છે. વાંકાનેરમાં પણ ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાતા લોકોની મુશ્કેલીઓ વધી છે.

પાણી સાથે ગંદીકી
ઉલ્લેખનીય છે કે આ વખતે પણ ઠેર ઠેર પાણી ભરાતા તંત્રની કામગીરી સમક્ષ અનેક પ્રશ્નો ઊભા થયા છે. વળી વરસાદ બાદ થનારી ગંદકી અને રોગચાળો અલગથી. ત્યારે ભારે વરસાદ પછી કોલેરા અને ડેન્ગ્યૂ જેવા રોગાનો રોગચાળો ફાટી ના નીકળે તેવી ભીતી પણ ઊભી થઇ છે.












Click it and Unblock the Notifications
