Gujarat Rain : વરસાદને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી, જાણો કેવો રહેશે ઓગસ્ટ મહિનો?
Gujarat Rain : ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બની રહ્યું છે અને આગામી દિવસોમાં રાજ્યભરમાં સારો વરસાદ થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ બંને દ્વારા આ અંગે મહત્વપૂર્ણ આગાહીઓ કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં મેઘમહેર લાવશે.
પરેશ ગોસ્વામીના મતે, આગામી દિવસોમાં વરસાદનો વધુ એક મજબૂત રાઉન્ડ આવી શકે છે. બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે, જે આગામી 24 થી 36 કલાકમાં વધુ મજબૂત બનીને પશ્ચિમ દિશા તરફ આગળ વધશે.

જો આ સિસ્ટમમાં કોઈ મોટો ફેરફાર ન થાય તો 27 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થવાનું અનુમાન છે. જો કે, આ વરસાદી રાઉન્ડ બાદ ઓગસ્ટ મહિનામાં વરસાદનો લાંબો વિરામ આવી શકે છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે.
હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરી છે. આવતીકાલથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે કારણ કે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે.
ખાસ કરીને 25 જુલાઈથી 29 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
આ વરસાદનો રાઉન્ડ જુલાઈ મહિનાની ઘટ પૂરી કરી શકે છે, પરંતુ ઓગસ્ટમાં સંભવિત લાંબા વિરામ માટે પણ તૈયાર રહેવું પડશે.












Click it and Unblock the Notifications
