મોદી સરનેમ મામલે રાહુલ ગાંધીને મોટો ઝટકો, કોર્ટે અરજી ફગાવી, 2 વર્ષની સજા યથાવત

Rahul Gandhi Defamation Case: ગુજરાત હાઈકોર્ટે સેશન્સ કોર્ટના આદેશને યથાવત રાખ્યો છે જેમાં રાહુલ ગાંધીની તેમની 'મોદી સરનેમ' ટીપ્પણી સામે માનહાનિના કેસમાં દોષિત ઠેરવવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધીને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત ન મળી. ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટો ઝટકો આપીને તેમની પુનર્વિચાર અરજી ફગાવી દીધી છે.

rahul gandhi

મોદી સરનેમને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે માનહાનિ કેસમાં હાઈકોર્ટે શુક્રવારે ચુકાદો સંભળાવ્યો. કોર્ટે સજા પર રોક માટે રાહુલ ગાંધીની અરજીને ફગાવી દીધી. જસ્ટીસ હેમંત પ્રચ્છકે સુરત કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. જેમાં તેમને 2 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર હાઈકોર્ટના ચુકાદાથી સ્પષ્ટ છે કે તેમનુ સંસદ સભ્ય પદ હાલમાં રદ જ રહેશે. જો કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પાસે સુપ્રીમ કોર્ટ જવાનો વિકલ્પ હજુ છે.

જજ હેમંત પ્રચ્છકે ચુકાદો સંભળાવ્યો હતો અને રાહુલ ગાંધીની અરજી નકારી હતી. હાઇકોર્ટનુ કહેવુ છે કે તેમને નીચલી કોર્ટના ચુકાદામાં હસ્તક્ષેપ યોગ્ય ન લાગ્યો, આથી રાહુલ ગાંધીની 2 વર્ષની સજા યથાવત રખાઇ છે. રાહુલ ગાંધી સામે ઓછામાં ઓછા 10 ગુનાહિત કેસ પેન્ડીંગ છે.

જેથી રાહુલ ગાંધીને સંસદપદ પાછું મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં માને છે તેવા લોકોને દુઃખ થાય એવો નિર્ણય આજે આવ્યો છે, અમે સુપ્રીમ કોર્ટ જઈશું. કોર્ટમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા અને શૈલેષ પરમાર કોર્ટરૂમમાં હાજર રહ્યા હતા.

ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ પૂર્ણેશ મોદીએ જણાવ્યુ કે સુરત સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધીની સજા યથાવત હતી, ગુજરાત હાઈકોર્ટમાં તેઓએ ચુકાદાને પડકાર્યો હતો, દલીલો બાદ આજે હાઇકોર્ટે સજા યથાવત રાખી છે. રાહુલ ગાંધીને ગુજરાત હાઈકોર્ટે ચુકાદો સંભળાવ્યા બાદ ત્યાં હાજર કોંગ્રેસ કાર્યકર્તાઓએ જોરદાર નારેબાજી કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X