ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 56.82 ટકા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 56.82 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સામાન્ય પ્રવાહના પરિણામમાં 0.97 ટકાનો વધારો થયો છે. વ્યવસાયલક્ષી પ્રવાહનું 62.62 ટકા અને ઉત્તરબૂનિયાદી પ્રવાહનું 60.10 ટકા પરિણામ જાહેર થયું છે.

results

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 311717 નિયમિત વિદ્યાર્થીઓ, 102922 રીપીટર વિદ્યાર્થીઓ અને 80384 ખાનગી ઉમેદવારો મળી કુલ 501023 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 281256 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 219767 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. પરિણામમાં વિદ્યાર્થીઓની સામે વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે, વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓનું પરિણામ 23.60 ટકા વધારે આવ્યું છે. રાજ્યમાંથી કુલ 257 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ટોપરમાં સ્થાન મેળવ્યું છે.

A1 ગ્રેડમાં સુરત જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો છે. સુરતમાં 76 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે જ્યારે બીજા ક્રમે અમદાવાદનો સમાવેશ થાય છે. અમદાવાદમાં 54 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો છે.

પરિણામની ઝલક

  • એકંદરે પરિણામની ટકાવારી - 56.82 ટકા
  • સામાન્ય પ્રવાહનું પરિણામ - 56.78 ટકા
  • વ્યવસાયલક્ષી પ્રવાહનું પરિણામ - 62.62 ટકા
  • ઉત્તરબૂનિયાદી પ્રવાહનું પરિણામ - 60.10 ટકા
  • નિયમિત વિદ્યાર્થીઓના પરિણામની ટકાવારી - 76.31 ટકા
  • રીપીટર વિદ્યાર્થીઓના પરિણામની ટકાવારી - 24.57 ટકા
  • ખાનગી વિદ્યાર્થીઓના પરિણામની ટકાવારી - 22.51 ટકા
  • સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર - એલિસબ્રીજ, અમદાવાદ 100 ટકા
  • સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર - ભીખાપુરા 10.07 ટકા
  • સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો - સુરત 73.85 ટકા
  • સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો - છોટાઉદેપુર 30.81 ટકા
  • 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા - 81
  • એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ - 58961
  • A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ - 257
  • A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ - 7055
  • વિદ્યાર્થીઓનું પરિણામ - 47.28 ટકા
  • વિદ્યાર્થીનીઓનું પરિણામ - 70.88 ટકા
  • અંગ્રેજી માધ્યમનું પરિણામ - 74.20 ટકા
  • ગુજરાતી માધ્યમનુ પરિણામ - 55.42 ટકા
  • ગેરરીતિના કેસો - 1012
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X