મોદીના કારણે વિશ્વ ફલક પર ગુજરાત ઝળહળી રહ્યું છેઃ આર.સી. ફળદુ

તેમણે કહ્યું હતું કે, " મોદીનું સ્વપ્ન અને તેમનો ફાળો પાછલાં ૧૧ વર્ષમાં ગુજરાતને પ્રગતિના પંથે દોરી ગયો છે અને તે હજુ ચાલુ છે. " તેમના મતે નરેન્દ્ર મોદી ગુજરાતની ભીતરમાં રહેલો માણસ છે. જેના કારણે વિશ્વના ફલક પર રાજય ઝળહળી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, "મોદીજીએ ગુજરાતને વિશ્વના નકશામાં મૂક્યું છે. "
ફળદુએ કહ્યું હતું કે, "વિરોધ પક્ષ સંખ્યાબંધ ખોટા પાયાવિહિન આક્ષેપો કરીને તેમની પ્રતિષ્ઠાને ખરડવા પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ કોંગ્રેસના લોકો હકીકતથી અજાણ છે કે આવા પાયાવિહિન આક્ષેપોથી તેઓ હકારાત્મક પરિણામ લાવી નહીં શકે અને નરેન્દ્ર મોદી હજુપણ વિજેતા તરીકે ઉભરી રહ્યા છે. "
ગુજરાત રાજય ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે, "કોંગ્રેસ જ ફુગાવા પાછળનું મુખ્ય કારણ છે અને તેને કારમો પરાજય આપવા માટે દરેક કાર્યકર મહેનત કરે"
રાષ્ટ્રીય ઉપપ્રમુખ પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ સરકાર દ્વારા છાવરવામાં આવેલા ભ્રષ્ટાચારના કૌભાંડો ગુજરાતની જનતા સમક્ષ ખૂલ્લાં પાડવા અનુરોધ કર્યો હતો. તેઓ સબળ માન્યતા ધરાવે છે કે કોંગ્રેસના ખોટા પ્રોત્સાહનો સામાન્ય જનતા જાણે છે. ભાજપનું પ્રતિનિધિત્વ કરતા રાજયસભાના સભ્ય બલબીર પૂંજે બેઠકમાં ઉપસ્થિત સભ્યોને દેશમાં ભાજપની વધતી જતી ખ્યાતિ અંગે જાણકારી આપી હતી.
નરેન્દ્ર મોદીએ શું કહ્યું?
નરેન્દ્ર મોદીએ પક્ષના દરેકે દરેક સભ્યોને પ્રેરણા આપતા કહ્યું હતું કે, " તેઓ ઇશ્વરના અંશ છે અને તેથી તેઓ બધાં જ જનસેવાને સમર્પિત છે. તેમણે પક્ષના બધાં જ કાર્યકરોનો આભાર માન્યો હતો કે જેમણે સમય, નિષ્ઠા અને સખત પરિશ્રમથી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાની ભવ્ય સફળતા અપાવી છે. મોદીજીએ પક્ષના તમામ કાર્યકરોને વિનંતી કરી હતી કે માતા અંબાજીના આશીર્વાદ મેળવે અને ધૈર્ય શક્તિ સાથે તમામ સમાસ્યાઓ દૂર કરવા પર્યાપ્ત રીતે સક્ષમ બને." તેમણે તેઓને એક કદમ આગળ ભરવા કહ્યું હતું અને ૬ કરોડ ગુજરાતીઓની હિતમાં કામકાજની યોજના તૈયાર કરે.












Click it and Unblock the Notifications
