રાજ્ય સરકારની ધનવર્ષાઃ ફિક્સ પગારદારોના વેતનમાં 3700 સુધીનો વધારો
ગાંધીનગર, 21 ઓક્ટોબરઃ રાજ્ય સરકારમાં ફિક્સ પગારથી સેવારત કર્મચારીઓને રાજ્ય સરકારે દિવાળી ભેટ સ્વરૂપે પગાર વધારો જાહેર કર્યો છે. જેમાં 37થી 58 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજ્ય સરકારની સેવાઓમાં વર્ગ-૩-૪માં ફરજ બજાવતા કર્મયોગીઓને હાલની યોજનાના પ્રથમ પાંચ વર્ષ દરમિયાન અપાતા વેતનમાનમાં માસિક રૂ. 2600થી 3700 સુધીનો માતબર વધારો જાહેર કર્યો છે.

| હાલનો પગાર | પગારમાં થનાર વધારો | પગાર વધારાની રકમની ટકાવારી |
| 4500 | 7100 | 58 ટકા |
| 5300 | 7800 | 47 ટકા |
| 9400 | 13500 | 44 ટકા |
| 10000 | 13700 | 37 ટકા |
હાલનો પગાર પગારમાં થનાર વધારો પગાર વધારાની રકમની ટકાવારી
૪૫૦૦ ૭૧૦૦ ૫૮ ટકા
૫૩૦૦ ૭૮૦૦ ૪૭ ટકા
૯૪૦૦ ૧૩૫૦૦ ૪૪ ટકા
૧૦૦૦૦ ૧૩૭૦૦ ૩૭ ટકા
રાજ્ય સરકારના આ નિર્ણયની વિગતો આપતાં પ્રવક્તામંત્રીઓ આરોગ્યમંત્રી નીતિન પટેલ અને નાણામંત્રી સૌરભ પટેલે વધુમાં જણાવ્યું કે, મહત્તમ યુવાધનને રાજ્ય સેવાઓમાં રોજગાર અવસર આપવા હેતુસર શરૂ કરાયેલ યોજના અનુસાર સરકારના વિભાગોમાં ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત આવનારા સમયમાં વિવિધ વિભાગોમાં જે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે તેમાં અંદાજે ૨.૫૦ લાખ યુવાનોને રાજ્ય સરકારની નોકરીની તક પ્રાપ્ત થવાની છે.
1 લાખથી વધુ કર્મયોગીઓને 380 કરોડનો લાભ
મુખ્યમંત્રીના આ કર્મયોગી હિતલક્ષી અભિગમથી એક લાખથી વધુ કર્મયોગીઓને વાર્ષિક રૂ. 380 કરોડનો લાભ મળશે તેમ પણ પ્રવક્તા મંત્રીઓએ ઉમેર્યું છે.












Click it and Unblock the Notifications
