ખેડૂતો માટે આવનારૂ વર્ષ કેવુ રહેશે? હોળીની જ્વાળાઓ શું સંકેત આપે છે?
ગાંધીનગરના પાલજ ગામમાં વર્ષો જૂની પરંપરા મુજબ આ વર્ષે પણ હોલિકા દહન કરવામાં આવ્યું હતું. અહીં આશરે 700 વર્ષથી 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવવાની અનોખી પરંપરા આજે પણ અકબંધ છે.

પાલજની આ વિશાળ હોળીની જ્વાળાઓ કઈ દિશામાં જાય છે તેના પરથી વર્ષના વરતારા નક્કી થાય છે. આ વખતે હોળીની જ્વાળાઓ જોઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી ભવિષ્યવાણી કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, હોળીની જ્વાળા અને પવનની ગતિ ખેડૂતો માટે ખૂબ જ શુભ છે. આગામી ચોમાસામાં ગુજરાતમાં પૂરતો અને સારો વરસાદ થવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
ચોમાસું એકંદરે અનુકૂળ રહેવાના સંકેત મળતા ખેડૂતોમાં અત્યારથી જ ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પવનની દિશા જોતા આ વર્ષે ખેતી માટે સ્થિતિ ઘણી સારી રહેવાની ધારણા છે.
હવામાન ઉપરાંત તેમણે વૈશ્વિક સ્થિતિ અંગે પણ જણાવ્યું કે ગ્રહોની ચાલથી થોડો તણાવ સર્જાઈ શકે છે. જોકે, આ યુદ્ધ જેવી પરિસ્થિતિ લાંબો સમય નહીં ટકે અને ટૂંક સમયમાં શાંતિ સ્થપાશે.












Click it and Unblock the Notifications
