ગુજરાતના IAS ઓફિસરો મોદી કરતાં પણ વધારે ધનિક !

money
ગાંધીનગર, 13 માર્ચ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હેઠળ કામ કરનાર આઇએએસ ઓફિસરોની ચોકાવનારી વાત સામે આવી છે કે નરેન્દ્ર મોદી કરતાં તેમના આઇએએસ ઓફિસરો વધારે ધનિક છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદીના નવ અધિકારીઓ એવા છે જેમની સંપત્તિ નરેન્દ્ર મોદી કરતાં કેટલાય ગણી વધારે છે. નરેન્દ્ર મોદી કુલ સંપત્તિ 70 લાખ રૂપિયા છે જ્યારે તેમના શહેરી વિકાસ વિભાગના સચિવ આઇ પી ગૌતમની કુલ સંપત્તિ નરેન્દ્ર મોદી કરતાં પાંચ ગણી વધારે છે. આ સાથે જ 1984ની બેચના પી કે તનેજા એક કરોડ ત્રીસ હજાર, 1980ની બેચના એચ કે દાસની સંપત્તિ એક કરોડ 20 લાખ આંકવામાં આવી છે.

એવા ઘણાય નેતાઓ છે જેમની સંપત્તિ વધારે હોય. બીજી તરફ કેન્દ્રિય મંત્રી કપિલ સિબ્બલે સોમવારે નરેન્દ્ર મોદીના ધર્મનિરપેક્ષતામાં ભારત પ્રથમના નિવેદન પર ટિખળ કરતાં કહ્યું હતું કે ભાજપના નેતાએ દેશ પહેલાં પોતાના રાજ્યમાં ધર્મનિરપેક્ષતા પ્રદર્શિત કરવી જોઇએ. નરેન્દ્ર મોદીના નિવેદન પર સવાલ પુછવામાં આવતાં કપિલ સિબ્બલે કહ્યું હતું કે ધર્મનિરપેક્ષતા માનસિકતા સાથે જોડાયેલી છે. આપણે બધા પહેલાં ભારતને પ્રથમ રાખવા ઇચ્છીએ છીએ. ધર્મનિરપેક્ષતા જીવન જીવવાની એક પદ્ધતિ છે અને આ જગ્યાએ બીજી અન્ય કોઇ ચીજને રાખવાની મોદીની ક્ષમતા નથી. તેમને ભારત વિશે વાત કરતાં પહેલાં ગુજરાતમાં ધર્મનિરપેક્ષતા બતાવવી જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X