For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતની છબી 10 વર્ષની મહેનત અને દીર્ઘદ્રષ્ટિને આભારી : સૌરભ પટેલ

|
Google Oneindia Gujarati News

saurabh-patel
ગાંધીનગર, 13 માર્ચ : ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી સૌરભભાઈ પટેલે મંગળવારે ગુજરાત વિધાનસભામાં ઉદ્યોગ અને ખાણ વિભાગની માંગણીઓ પરની ચર્ચાના જવાબમાં જણાવ્યું હતું કે, ગુજરાતની ઓળખ દેશના ગ્રોથ એન્જીન, એનર્જી હબ, પેટ્રોકેમીકલ હબ તેમજ મેન્યુફેકચરીંગ સેન્ટર ઓફ ધ કન્ટ્રી તરીકે થાય છે. તેની પાછળ 10 વર્ષની સખત મહેનત, વિઝન, દીર્ઘદ્રષ્ટિ અને પારદર્શી નીતિને આભારી છે. તેથી ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં થયું છે. ગુજરાતમાં થઇ રહેલા મૂડીરોકાણ વિશ્વાસ અને સલામતીને આભારી છે. ઉદ્યોગોના વિકાસ માટે આ સરકારનું ચોક્કસ વિઝન છે.

વાયબ્રન્ટ ગુજરાત આ સરકારની સફળતાની નિશાની છે, તેમ જણાવી મંત્રીએ જણાવ્યું હતું કે, આ સરકાર પ્રો એકટીવ વાયબ્રન્ટ ગુજરાતનો ખ્યાલ 2003માં પ્રથમવાર શરૂ થયો ત્યારે ઉદ્યોગકારોને બોલાવવા ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ 2013ના વાયબ્રન્ટ ગુજરાતમાં સમગ્ર ચિત્ર બદલાઇ ગયું છે. આ વખતે પાર્ટનર કન્ટ્રી તરીકે જાપાન જેવો દેશ હતો. 121 દેશોએ ભાગ લીધો તેમજ 58,000 પ્રતિનિધિઓ સામેલ હતા. 1200 કંપનીઓની હાજરી હતી. ગ્લોબલ ઇન્વેસ્ટર્સ એકઝીબિશન પણ દેશનું આ પ્રકારનું સૌથી મોટું હતું.

એમ.ઓ.યુ.ની વિગતો આપતાં મંત્રીએ જણાવ્યું હતું કે, 2003થી અત્યાર સુધીમાં થયેલા 12,715 એમ.ઓ.યુ.માંથી 5,137 એકમો-પ્રોજેકટ શરૂ થઇ ગયા છે તો 2,203 શરૂ થનાર છે. આમ કુલ 7,340 થાય છે. ડ્રોપ આઉટ તો માત્ર 20 ટકા જ છે.

ગુજરાતે અમલી બનાવેલી અસરકારક ટેક્ષટાઇલ પોલીસીને રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોએ પણ અનુસરવાનું નક્કી કર્યું છે. ઉદ્યોગોને સ્કીલ મેનપાવર પુરો પાડવા માટે માત્ર ઉદ્યોગ વિભાગ દ્વારા 300 સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર શરૂ કરવામાં આવનાર છે.

ગુજરાતના નમૂનેદાર પોર્ટ મેનેજમેન્ટનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ સરકારે બંદરોને પ્રોત્સાહન આપ્યું છે. પરિણામે દેશનો ૩પ ટકા ટ્રાફીક ગુજરાતમાંથી જાય છે. પ. બંગાળના બંદરોના વિકાસ માટે નાણાં કેન્દ્ર સરકાર ફાળવે છે. જયારે ગુજરાત તેના બંદરોના વિકાસ માટે 58 કરોડ ફાળવે છે.

ભારત સરકારના દિલ્હી, મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કેરીડોર ઝ઼પ્ત્ઘ્ પ્રોજેકટને પણ સૌથી વધુ પ્રોત્સાહન ગુજરાતે આપ્યું છે. કેન્દ્રએ આ પ્રોજેકટ અંતર્ગત દેશ અને દુનિયામાં મોડલ આપવું હોય તો ધોલેરા અને ગુજરાત સિવાય અન્ય કોઇ સ્થાન નથી. બ્રિટનના એક સર્વે અનુસાર દહેજ લ્ચ્ક્ષ્ પણ વિશ્વના ટોપ-20માં સ્થાન ધરાવે છે. દહેજમાં ઉદ્યોગોને પાણી આપવા 330 એમ.એલ.ટી.નો એશિયાનો સૌથી મોટો ખારા પાણીને મીઠું કરવાનો પ્લાન્ટ સ્થપાનાર છે, તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

જી.આઇ.ડી.સી.માં પણ હવે ધોરણે સવલતોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. નવી નીતિ અનુસાર હવે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અન્વયે પણ ખાનગી એકમોને મંજૂરી આપવામાં આવે છે. આગામી પાંચ મોટો ખારા પાણીને મીઠું કરવાનો પ્લાન્ટ સ્થપાનાર છે, તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

English summary
Gujarat image made from 10 years hard work and vision : Saurabh Patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X