શ્રાવણની ઝરમર વચ્ચે ગુજરાત શિવભક્તિમાં થયું તરબોળ
હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસના આરંભ સાથે જ સમગ્ર ગુજરાતમાં શિવમંદિરોમાં શિવદર્શન અને પૂજન સાથે ભક્તોએ શિવની આરાધના શરૂ કરી હતી. અમદાવાદમાં ભક્તોએ બે લાખ એકાવન હજાર રૂદ્રાક્ષથી 21 ફૂટ ઊંચુ શિવલીંગ તૈયાર કર્યું છે. જ્યારે ગુજરાતના ઇષ્ટદેવ ભગવાન સોમનાથ મહાદેવની શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ વિશેષ આરાધનાનો આરંભ થયો હતો. શ્રાવણની ઝરમર વચ્ચે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે તમામ શિવમંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે...

અમદાવાદમાંથી નિકળી 500કાવિયાઓએ આરંભી યાત્રા
રવિવારથી શરૂ થયેલા શ્રાવણ મહિનાની સાથે જ અમદાવાદમાંથી કાવડયાત્રા શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી ઉત્તરભારતના રાજ્યોમાં યોજાતી કાવડયાત્રામાંથી પ્રેરણા લઈને ગુજરાતની પ્રથમ સૌથી મોટી કાવડયાત્રાનો અમદાવાદમાં પ્રારંભ થયો છે. આ કાવડયાત્રામાં 500થી વધુ ભક્તો કાવડિયા બન્યા છે. વિશ્ર્વ કલ્યાણ સંસ્થાના સંચાલન હેઠળ ઓઢવના પંચદેવ મંદિરેથી રવિવારે સવારે કાવડયાત્રાનું પ્રસ્થાન જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કરાવ્યું હતું. આ યાત્રા આજે સવારે 9 કલાકે ગાંધીનગરથી આગળ અમરનાથ ધામ પહોંચી હતી. જ્યાં 12 જ્યોતિર્લિંગના પ્રતિક શિવલિંગો પર ગંગાજળનો અભિષેક કરાયો હતો. જેના કારણે સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું.

70 વર્ષ બાદ રવિ પુષ્ય નક્ષત્રમાં શ્રાવણ માસનો પ્રારંભ
શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે આજે ગિરિ-તળેટી સ્થિત સુવિખ્યાત ભવનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી તનસુખગિરિ બાપુએ જણાવેલ હતું કે રવિવારે 70 વર્ષ બાદ રવિ પુષ્ય નક્ષત્રમાં પાવનકારી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે તે મંગલકારી સુયોગ છે. ભગવાન શંકરની પૂજા અર્ચનાનો આ મહિનો છે. ભવનાથ મંદિરમાં શિવ-પૂજા શરૂ થઈ ગઈ છે. આજે શ્રાવણના પ્રથમ સોમવારે સવારે પાંચ વાગે પ્રાત: આરતી બાદ ષોડશોપચાર પૂજન, શિવ-મહિમ અને રુદ્રાભિષેક તેમજ મહામૃત્યુંજય મહામંત્રના જપ શિવભક્તો કરશે. દિવસભર શિવજીની પૂજા-અર્ચના ચાલુ રહેશે સાંજે મહાઆરતી થશે.












Click it and Unblock the Notifications
