સુરતમાં વિદ્યાર્થીઓને કહેવાય છે : ભણવાનું છોડો, મચ્છરોને શોધો
સુરત, 25 ઓગસ્ટ : ગુજરાતના ટેક્સટાઇલ સિટી સુરતની મહાનગરપાલિકા સંચાલિત માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ખૂબ પરેશાન છે. આ પરેશાની વધારે હોમવર્કને કારણે નહીં, કોઇ પ્રોજેક્ટ વર્કને કારણે નહીં પરંતુ મચ્છર શોધવાના કામને કારણે પરેશાન થઇ ગયા છે.
સરકારી શાળાઓએ આ વિદ્યાર્થીઓને ભણવાનું છોડીને શહેરમાં મચ્છરો શોધવા માટે દોડાવવામાં આવ્યા છે. તેમને પોતાની મચ્છર શોધનો રિપોર્ટ એક ખાસ ફોર્મેટમાં તૈયાર કરીને સોંપવાનું કહેવામાં આવ્યું છે.

મહાનગરપાલિકાના ફરમાન અનુસાર સરકારી શાળાના ધોરણ સાત અને આઠના અંદાજે 30,000 વિદ્યાર્થીઓને શાળાની આસપાસના પાંચ મકાનોમાં મચ્છર બ્રિડિંગની સાઇટ શોધવા માટે કહેવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓને આ કામ હોમવર્કની જેમ કરવા માટે કહેવામાં આવ્યું છે. કામ પૂરું કરાયા બાદ તેની માહિતી શિક્ષકો દ્વારા નગરપાલિકાને આપવામાં આવશે. એટલું જ નહીં વિદ્યાર્થીઓ ખરેખર મચ્છર શોધવા માટે જઇ રહ્યા છે કે નહીં તેના પર શિક્ષકો ધ્યાન આપી રહ્યા છે.
આ રિપોર્ટ વિદ્યાર્થીઓએ દર સપ્તાહે આપવાની રહેશે. આ અંગે સુરત મહાનગરપાલિકાના અધિકારી કે જી વૈષ્ણવનું કહેવું છે કે દરેક વિદ્યાર્થીઓ જો પાંચ પાંચ ઘરમાંથી મચ્છર શોધશે તો પણ અનેક સાઇટ્સમાંથી મચ્છરોના જન્મને અટકાવી શકાશે.












Click it and Unblock the Notifications
