લોકરક્ષકની લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર, જુઓ માર્ક્સ અને રીચેકીંગની સૂચના
Lokrakshak Exam Result 2025: લોકરક્ષક ભરતી બોર્ડે 15 જૂન, 2025ના રોજ યોજાયેલી લોકરક્ષકની લેખિત પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. ઉમેદવારો હવે પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર પોતાના માર્ક્સ જોઈ શકે છે. જો કોઈ ઉમેદવારને પોતાના ગુણનું રીચેકિંગ કરાવવું હોય, તો તેઓ 400 રૂપિયાની ફી ભરીને નિર્ધારિત સમયમર્યાદામાં અરજી કરી શકે છે. આ અંગેની વધુ વિગતો બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલી સૂચનામાં આપવામાં આવી છે.

Gujarat Police: ગુજરાત પોલીસમાં લોકરક્ષકની ભરતી માટેની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. તારીખ 15 જૂન, 2025ના રોજ લેવાયેલી લેખિત પરીક્ષાના ગુણ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. બોર્ડે આ અંગેની જાહેરાત 6 ઓગસ્ટ, 2025ના રોજ કરી છે.
લોકરક્ષક કેડરની તા.૧૫.૦૬.૨૦૨૫ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાના ગુણ ભરતી બોર્ડની વેબસાઇટ https://t.co/hUg9Ljrf3I તથા https://t.co/cTams9JbGf ઉપર જાહેર કરવામાં આવેલ છે.
— Gujarat Police Recruitment Board Official (@GPRB_GNR) August 6, 2025
જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, તેઓ હવે પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે. આ માટે ઉમેદવારોએ પોતાની ઓળખની વિગતો દાખલ કરવાની રહેશે.
રીચેકિંગ માટેની પ્રક્રિયા
લોકરક્ષક ભરતી નિયમો, 2024 (નિયમ નંબર 20) અનુસાર, જો કોઈ ઉમેદવારને પોતાના ગુણ અંગે કોઈ શંકા હોય અથવા તો તેમને એવું લાગતું હોય કે તેમના ગુણનું મૂલ્યાંકન યોગ્ય રીતે થયું નથી, તો તેઓ રીચેકિંગ માટે અરજી કરી શકે છે.
આ માટેની અરજી પ્રક્રિયા નીચે મુજબ છે
અરજી માટેની સમયમર્યાદા: ઉમેદવારો 11થી 15 ઓગસ્ટ, 2025 સુધીમાં અરજી કરી શકે છે. આ સમયગાળા પછી કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.
રીચેકિંગ માટેની ફી 400 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ફી "CHAIRMAN, GUJARAT POLICE RECRUITMENT BOARD"ના નામે ગાંધીનગર ખાતેના બેંકમાં ભરી શકાય તેવો ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) બનાવીને અરજી સાથે મોકલવાનો રહેશે.
અરજી મોકલવાનું સરનામું: ઉમેદવારોએ ભરેલું અરજીપત્રક, ડિમાન્ડ ડ્રાફ્ટ અને કોલ લેટરની ઝેરોક્ષ નકલ સાથે રજિસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ/કુરિયર દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, બંગલા નંબર: ગ-12, સરિતા ઉપવનની નજીક, સેક્ટર-9, ગાંધીનગર -382009ના સરનામે મોકલવાનું રહેશે.
અરજીમાં જરૂરી વિગતો: અરજીપત્રકમાં ઉમેદવારે પોતાનું નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, પ્રશ્ન પુસ્તિકાનો કોડ અને મોબાઈલ નંબર સ્પષ્ટપણે દર્શાવવાના રહેશે.
ભરતી બોર્ડ દ્વારા લેવાયેલા કોઈપણ નિર્ણયને તમામ ઉમેદવારોએ માન્ય રાખવો પડશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
