Gujarat monsoon forecast : હોળીની જ્વાળાઓ પરથી અંબાલાલ પટેલની ચોમાસાની આગાહી, ખેતી માટે ચિંતાજનક સંકેત

Gujarat monsoon forecast : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જ્વાળાનું અવલોકન કરીને આવનારા ચોમાસાની આગાહી કરી છે.

તેમની ભવિષ્યવાણી મુજબ, આ વર્ષે ચોમાસું નબળું રહેવાની સંભાવના છે, જે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ચિંતાજનક પરિસ્થિતિ ઉભી કરી શકે છે.

Gujarat monsoon forecast

અંબાલાલ પટેલ અનુસાર, ચોમાસું માત્ર 8 થી 10 આની રહેશે, જે સામાન્ય કરતાં ઓછું ગણી શકાય. અંબાલાલ પટેલે ગરમીને લઈને પણ મહત્વની આગાહી કરી.

અંબાલાલ પટેલ અનુસાર, 15મી માર્ચથી ગરમીમાં થોડી રાહત જોવા મળશે. આ સિવાય એપ્રિલ મહિનામાં અસહ્ય ગરમી પડી શકે છે. આ વખતે તાપમાનનો પારો નવા રેકોર્ડ તોડી શકે છે.

તેમની આગાહી અનુસાર, જૂન મહિનામાં વાવાઝોડું આવવાની સંભાવના છે, જે ચોમાસાની શરૂઆતને અસર કરી શકે છે. ચોમાસા દરમિયાન વારંવાર લો-પ્રેશર સર્જાશે, જે વરસાદની અનિયમિતતા માટે જવાબદાર રહેશે.

આગાહી અનુસાર, ખેતી અને પાણીના સ્ત્રોતોને લઈને આગાહીઓ પર ગહન ધ્યાન આપવાની જરૂર છે. જો આગાહી સાચી સાબિત થાય તો ખેડૂતો અને રાજ્યની કૃષિ નીતિઓ માટે મોટો પડકાર ઉભો થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X