નવરાત્રીની મજા બગાડશે વરસાદ? જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat weather update: નવરાત્રીની છેલ્લી રાત બાકી છે. આ વચ્ચે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જે કારણે ખેલૈયાઓને ચિંતા છે કે, છેલ્લા નોરતામાં ગરબાની મજા વરસાદ બગાડશે કે કેમ?
10 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતના સુરત અને ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ નોંધાયો હતો. જે કારણે ગરબાની રમઝટમાં ભંગ પડ્યો હતો.
હવે ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે કારણે ગરબા રસિકોના રંગમાં ભંગ પડે તેવી શક્યતા સેવાઈ રહી છે.
11 ઓક્ટોબર - શુક્રવારના રોજ સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની સંભાવના છે.
આ સાથે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
આ ઉપરાંત ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અને દમણ, દાદરા નગર હવેલી, પોર બંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
12 ઓક્ટોબર - શનિવારના રોજ સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો અને દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતા છે.
આ સાથે ગાંધીનગર, અરવલી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા છોટાઉદેપુર, નર્મદા પર હળવાથી મધ્યમ વરસાદ સાથે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે વીજળી અને સપાટીના પવનની ઝડપ સાથે હળવોથી મધ્યમ વરસાદ નોંધાવાની શક્યતા છે.
આ ઉપરાંત ભરૂચ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં મધ્યમ વરસાદ થાય તેવી શક્યતા છે.

13 ઓક્ટોબર - ગાંધીનગર, અરવલી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. આ સાથે 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
આ સાથે ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અને દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદ નોંધાય તેવી શક્યતા છે.
14 ઓક્ટોબર - આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા છે.
15 ઓક્ટોબર - સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ અને દીવના અલગ-અલગ સ્થળોએ હળવો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
16 ઓક્ટોબર - ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. જ્યારે બાકીના જિલ્લામાં વાતાવરણ શુષ્ક રહે તેવી શક્યતા છે.












Click it and Unblock the Notifications
